બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / exam paper of gujarat board class viral action

કાર્યવાહી / પેપર વાયરલ થતાં જ એક્શનમાં આવ્યું શિક્ષણ બોર્ડ, ચેરમેને જે આદેશ આપ્યા તે વિદ્યાર્થીઓએ જાણી લેવા જરૂરી

Kavan

Last Updated: 03:57 PM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10 બોર્ડની આજે હિન્દી દ્વિતીય ભાષાની પરીક્ષાનું પરીક્ષાનું પેપર વાયરલ થયાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે ત્યારે સમગ્ર મામલે શિક્ષણ બોર્ડના ચેરમેને નિવેદન આપ્યું છે.

  • ધોરણ 10ના હિન્દીના પેપરના જવાબો ફરતા થવાનો મામલો
  • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનનુ નિવેદન
  • સમગ્ર ઘટનાને શિક્ષણ બોર્ડ ગંભીરતાથી લે છે- એ જે શાહ
  • દરેક જિલ્લાના DEOને તપાસના આદેશ અપાયા- એ જે શાહ

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની સતત વધી રહેલી ઘટનાઓ વચ્ચે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તાબડતોબ તપાસના અપાયા આદેશ 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહે VTV સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર ઘટનાને શિક્ષણ બોર્ડ ગંભીરતાથી લીધી છે અને સમગ્ર મામલે જાણ થતાં જ દરેક જિલ્લાના DEOને તપાસના આદેશ આપ્યા છે. 

સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં થયું હતું ફરતુ

ધોરણ 10 બોર્ડની આજે હિન્દી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાઇ છે. ત્યારે આ પેપર પુરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. હિન્દી દ્વિતિય ભાષાનું સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હતું. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર ફરતું થયું છે.

આ સમાચાર અંગે પરીક્ષા સચિવ ભાખાભાઈ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, 1-2 તત્વો હોય છે તે આવુ કૃત્ય કરતા હોય છે, નિયમ મૂજબની સંપૂર્ણ કાર્યવાહી થશે. તપાસમાં જે સામે આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

છેલ્લા 10 વર્ષમાં આ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં

  1. GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
  2. રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
  3. મુખ્ય સેવિકા: 2018
  4. નાયબ ચિટનીસ: 2018
  5. પોલીસ લોકરક્ષક દળ: 2018
  6. શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
  7. બિનસચિવાલય ક્લાર્ક: 2019
  8. DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: જુલાઈ, 2021
  9. સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
  10. હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ