Evidence of corruption in the road of Zanzmer village of Dhoraji
કાર્યવાહી ક્યારે? /
જે કંઈ પણ ખર્ચા પાણી છે તે હું આપી દઈશ, ધોરાજીમાં રોડમાં ભ્રષ્ટાચાર કરી પતાવટનો ખેલ, VTVના સ્ટિંગ ઓપરેશનમાં મોટા ખુલાસા
Team VTV04:08 PM, 27 Jun 22
| Updated: 04:14 PM, 27 Jun 22
ધોરાજીના ઝાંઝમેર ગામના રોડમાં ભ્રષ્ટાચારના પુરાવા સમગ્ર મામલો દબાવવાની કોન્ટ્રાકટરની કોશિશ નિષ્ફળ
રોડ ભ્રષ્ટાચાર મામલે VTVનું સ્ટિંગ ઓપરેશન
કોન્ટ્રેક્ટરની પૂરાવા આપવા આનાકાની
મીડિયાને રૂપિયાની આપી લાલચ
ધોરાજીના ઝાંઝમેર ગામ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે કોન્ટ્રાક્ટરનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે VTV NEWS દ્વારા કોન્ટ્રાક્ટર નરેશ ધાંધલનું સ્ટિંગ ઑપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટરે ગ્રામજનો વિરુદ્ધના પૂરાવા આપવામાં આનાકાની કરી હતી. સાથે જ કોન્ટ્રાક્ટરે મીડિયા સમક્ષ રૂપિયાની લાલચ આપીને મામલાની પતાવટ કરવાની વાત કરી હતી.
બધા સાથે વ્યવહાર કરવાનો છે હું બધાને સાચવી લઇશ- નરેશ ધાંધલ, કોન્ટ્રાકટર
આ સમયે કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, બધા સાથે વ્યવહાર કરવાનો છે હું બધાને સાચવી લઈશ. આ સમગ્ર મામલે રાજકીય લોકોની પણ સંડોવણી હોય છે. મારે રાજકીય માણસોનું તમામ ધ્યાન રાખવું પડે છે. આ તમામ વાતચીત કરીને પછી હું તમને બધા પૂરાવા આપીશ. જે બાદ ઝાંઝમેર ગ્રામ પંચાયતના સરપંચે નિવેદન આપ્યું છે. સરપંચે કોન્ટ્રાક્ટર પાસે રસ્તો ફરી બનાવી આપવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોન્ટ્રાક્ટરે VTV સાથેની વાતચીતમાં ઉપસરપંચ પર દોઢ લાખની માગણીનો આરોપ લગાવ્યો હતો. સાથે VTV સમક્ષ ગ્રામજનો વિરુદ્ધનાપૂરાવા આપવાનો દાવો પણ કર્યો હતો.
VTVના સ્ટિંગ ઓપરેશનમાં કોન્ટ્રાકટરે કરી લાંચની વાત
રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં કોન્ટ્રાકટરે નરેશ ધાંધલ કહી રહ્યો છે કે તમારો જે કંઈ પણ ખર્ચા પાણી છે તે હું આપી દઈશ.બધાને..પણ મારે જે ચર્ચા પૂરી ન થયા તો બાઈટ દેવાય એમ નથી..જે ચાલવાનું હતું તે ચાલી ગયુ.તમારે લોકોને બધાને મારે વ્યવ્હાર કરવાનો છે.મારો પ્રશ્નએ છે કે હું બાઈટ આપુ તો હું બધુ કમ્પલીટ કરીને બાઈટ આપુ.એક બે રાજકીય માણસોનું ઈન્વોલમેંટ છે એટલે એય ધ્યાન રાખવુ પડે.એ બધા ચર્ચા કરીને પછી હું (બાઈટ) આપી દઈશ.આ સરપંચની મેટર છે એટલે બધાનો ફોન બહું આવે છે.પોલીસ કેસની પણ વાત છે એટલે બધુ સુલટાવીને હું તમને (બાઈટ માટે) ફોન કરીશ
ઓડિયો ક્લિપમાં કોન્ટ્રાક્ટરને બચાવવાનો કારસો
ધોરાજીના ઝાંઝમેર ગામના રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલે ગામના ઉપ-સરપંચના પુત્ર અને કોન્ટ્રાક્ટરના મળતિયાની ઓડિયો ક્લિપ સામે આવી છે. ઉપ-સરપંચના પુત્ર ભાવીન ઘેટીયાને ફોન કરી સમાધાનની વાત કરી છે. ઝાંઝમેર ગામના ઉપ-સરપંચના પુત્રએ ઓડિયો ક્લિપ જાહેર કરી છે. જેમાં મળતીયો ભૂપત પાદરીયા કોન્ટ્રાક્ટરને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.
ઓડિયો ક્લીપમાં શું છે?
ભાવીન ઘેટીયા- હલ્લો..
ભૂપત પાદરીયા- એ ભાવીન ભૂપતકાકા
ભાવીન ઘેટીયા- હા બોલો બોલો
ભૂપત પાદરીયા-મેં કીધું કાંઈ ઈશ્યુ થયો છે આપડા ગામમાં
ભાવીન ઘેટીયા- હા..હા.. યાદ છે
ભૂપત પાદરીયા-કાનમાં ખાલી હાંભળ
ભાવીન ઘેટીયા- હમમ..
ભૂપત પાદરીયા-જે કાંઈ ગોઠવણ કરવાની થાતી હશે, એ ગોઠવણ કરી લેશું કાંઈ લાબું ન કરવાનું થતું હોય તો
ભાવીન ઘેટીયા- હમમ..ફોન કરૂં તમને
ભૂપત પાદરીયા-બરાબર
ભાવીન ઘેટીયા- હમમ
ભૂપત પાદરીયા-હમમ..એ હા
નોંધ
1 ) ભાવીન ઘેટીયા ઉપસરપંચનો પુત્ર છે જે ગ્રામજનો સાથે વિરોધ કરી રહ્યો છે --પતાવટની વાત માટે આવેલ ફોનની ઓડીયો ક્લીપ આપેલ છે*
2 ) કોન્ટ્રાકટર નરેશ ધાંધલ છે જે આક્ષેપ કરતો હતો કે ગ્રામજનો ખોટા છે
3) ભુપત પાદરીયા જે કોન્ટ્રાકટર નરેશ ધાંધલનો મળતીયો જે ભાવીન ઘેટીયાને પતાવટની વાત કરે છે*
કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નહીં?
ધોરાજીના ઝાંઝમેર ગામમાં નવા રોડમાં ખાડા પડતા ગ્રામજનોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલો મીડિયા આવતા પતાવટની પેરવી કરવામાં આવી હતી. નિષ્પક્ષ રીતે મીડિયાબંધુઓએ ભ્રષ્ટાચારના ભુજંગીઓએ બહાર લાવવામાં બનતી કોશિશ કરી છે. પણ હજુ સુધી રોડ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતા અધિકારીઑ પણ આમાં સામેલ હોય તેવી ગંધ આવી રહી છે.