બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Even two days after Ramnavami, heavy fire in these places: Article 144 imposed, internet ban

શાંતિ જાળવો... / રામનવમીના બે દિવસ બાદ પણ આ જગ્યાઓ પર ભારેલો અગ્નિ: ધારા 144 લાગુ, ઈન્ટરનેટ બેન... જાણો કેવા છે હાલ

Priyakant

Last Updated: 12:35 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામનવમીએ દેશનાં સંભાજીનગર, વડોદરા, હાવડા, સોનીપત, સાસારામ અને બિહારના શરીફમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી, ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

  • રામનવમી પર દેશભરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો
  • મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળમાં ફેલાઈ હતી હિંસા 
  • હરિયાણા અને તેલંગાણા સહિત 12 સ્થળોએ હિંસા ફેલાઈ હતી 
  • ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને કલમ-144 લાગુ 

30 માર્ચે રામનવમી પર દેશભરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને તેલંગાણામાં લગભગ 12 સ્થળોએ હિંસા ફેલાઈ હતી. જેમાં ખાસ કરીને સંભાજીનગર, વડોદરા, હાવડા, સોનીપત, સાસારામ અને બિહારના રશરીફમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી હતી. ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કેટલીક જગ્યાએ કલમ-144 લાગુ કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે.  

મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરામાં હિંસા 
મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરામાં 30 માર્ચે જબરદસ્ત હિંસા થઈ હતી. બપોરે સાડા બાર વાગ્યે રામ મંદિરની બહાર બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે ત્યાં બે સમુદાયના લોકો એકઠા થવા લાગ્યા. આ પછી બંને તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. અનેક વાહનો બળી ગયા છે. પોલીસના વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. લોકોને કાબૂમાં લેવા માટે ભારે પોલીસ ફોર્સે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બાદમાં ધાર્મિક આગેવાનોને બોલાવીને વાતાવરણ શાંત પાડ્યું હતું. જોકે હાલ આ વિસ્તારમાં શાંતિ છે.

ગુજરાતના વડોદરામાં પણ થયો હતો પથ્થરમારો 
ગુજરાતમાં વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએ સરઘસ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ પછી આ વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો. આ કેસમાં પોલીસ કસ્ટડીમાં 14 થી વધુ લોકોની પૂછપરછ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે સીસીટીવી પરથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

સાસારામના અનેક વિસ્તારોમાં કલમ-144 લાગુ  
સાસારામના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) મનોજ કુમારે જણાવ્યું હતું કે, શોભાયાત્રા દરમિયાન શાહ જલાલ પીર, સોના પટ્ટી, કાદિર ગંજ અને નવરત્ન પીર જેવા વિસ્તારોમાં ગુસ્સે ભરાયેલા ટોળાંએ ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી. તેઓએ જોરદાર પથ્થરમારો કર્યો, જેમાં બે પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા. આ પછી ઘણા વિસ્તારોમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. સાસારામના ગોલા બજાર, કાદિરગંજ, મુબારકગંજ, ચૌખંડી અને નવરત્ન બજાર સંપૂર્ણપણે બંધ છે. પોલીસ-પ્રશાસનનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ બંને પક્ષો વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા દળ તૈનાત છે. પોલીસ આ વિસ્તારમાં મોર્ચો કરી રહી છે. લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. 

બિહાર શરીફમાં પણ થઈ હતી હિંસા 
નાલંદાના બિહાર શરીફમાં પણ હિંસા ફાટી નીકળી હતી. અહીં સરઘસ કાઢતી વખતે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું, જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. અનેક ઘરો અને દુકાનોમાં તોડફોડના અહેવાલો પણ છે. બિહાર શરીફમાં પણ કલમ-144 લાગુ કરવામાં આવી છે. અહીં ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત છે. એસપી અશોક મિશ્રાએ જણાવ્યું કે, પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને એલર્ટ પર છે. હિંસા ફેલાવવા બદલ 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસામાં આઠ લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રણને ગોળીથી ઈજા થઈ છે. 

સોનીપતમાં મસ્જિદમાં ઘૂસી કરાયા સૂત્રોચ્ચાર 
સોનીપતના ખરઘોડામાં રામનવમી નિમિત્તે યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન હાથમાં ઝંડા અને માથે કેસરી પટ્ટીઓ સાથે લોકો નારા લગાવતા મસ્જિદમાં પ્રવેશ્યા હતા. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એસીપીએ જણાવ્યું કે, ખારઘોડા પોલીસ સ્ટેશને આ કેસમાં પાંચ યુવકોની ધરપકડ પણ કરી છે . આ સાથે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લોકો હિન્દુ સંગઠન સાથે જોડાયેલા છે.

હાવડામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ  
પશ્ચિમ બંગાળના હાવડાના શિબપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ રામ નવમી પર શોભાયાત્રા કાઢી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં હિંસા ફાટી નીકળી હતી. અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. અહીં બે દિવસ સુધી અશાંતિ ચાલુ રહી. હાલ આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની ગઈ છે. દુકાનો ફરી શરૂ થઈ ગઈ છે. જીટી રોડ પર ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે. જોકે હાવડાના કેટલાક ભાગોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ વિસ્તારમાં હજુ પણ પોલીસ પિકેટ અને રિઝર્વ ફોર્સ તૈનાત છે. રાત્રે કેટલાક કલાકો સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. CID પણ ઘટનાની તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ