બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સંબંધ / Even if love grows, health will remain good, these benefits of meeting will not be known!

HUG DAY / પ્રેમ તો વધે જ પણ સાથે હેલ્થ પણ સારી રહે, ભેટવાથી થતાં આ ફાયદા તો ખબર જ નહીં હોય!

ParthB

Last Updated: 08:16 AM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ એટલે કે આ દિવસે કપલ્સ એકબીજાને ગળે મળે છે. અને આ દિવસે ખાસ સેલિબ્રેટ કરે છે.

  • વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે ઉજવાય છે ' હગ ડે '
  • કોઈને ગળે મળવા કે ભેટવાથી ઘણાં ફાયદા થાય છે. 
  • વિજ્ઞાન મુજબ જાણો ગળે મળવાના ફાયદા 

12મી ફેબ્રુઆરીને હગ ડે તરીકે ઉજવવામાં આવે છે.

કપલ્સ માટે વેલેન્ટાઈન વીક ખૂબ ખાસ હોય છે કે, કારણ કે, આ સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરવામાં આવે છે. આ અઠવાડિયાના છઠ્ઠા દિવસે એટેલે કે, 12મી ફેબ્રુઆરીને હગ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોય કે, પછી પતિ પત્ની, તેઓ આ દિવસે પોતાના પ્રેમાળ સાથીને ગળે લગાવે છે. અને તેને ભેટવાની કામાના કરે છે. વિજ્ઞાનના મુજબ હગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સાથે જ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે, જ્યારે કોઈ ગળે મળે છે ત્યારે શરીર પર ખૂબ પોઝિટીવ અસર થાય છે.  

આલિંગન કરવું કેટલું ફાયદાકારક છે 

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જો તમે તણાવ ઓછો કરવા માંગતા હોવ અથવા કમ્યુનિકેશન સુધારવા માંગતા હોવ અને હંમેશા ખુશ રહેવા માંગતા હોવ તો તમારે દિવસમાં ઓછામાં ઓછા 4 વખત કોઈને ગળે મળવું જોઈએ. અને વધુ ફાયદો મેળવવા માટે 8 થી 12 ભેટવું જોઈએ. 

1.તણાવ ઘટાડે છે 

જ્યારે પરિવારના કોઈ સભ્ય, મિત્ર કે પરિચિત કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોય અથવા તેને કોઈ સમસ્યા હોય આવી સ્થિતીમાં,તેને ગળે લગાવવાથી તેનો તણાવ ઓછો થઈ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોઈ નાખુશ વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા ગળે લગાવવાથી તેમનો તણાવ ઓછો થઈ શકે છે. 

2.તે રોગ સામે રક્ષણ આપી શકે છે

તમે જાણો છો કે, કોઈને ગળે મળવાથી તણાવ ઓછો થાય છે. જો કોઈ તણાવમાં હોય તો તેને ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે કહી શકાય કે, હગ કરવાથી તણાવ ઓછો થાય છે, જેનાથી સ્વસ્થ રહેવામાં અને બીમારીઓથી દૂર રહેવામાં મદદ મળે છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, ગળે મળવાથી વ્યક્તિની બીમાર થવાની શક્યતા ઘટી જાય છે. 

3.હ્રદયની તંદુરસ્તી સુધારી શકે છે. 

ગળે મળવાથી તમારા દિલની તંદુરસ્તીમાં સુધારો થઈ શકે છે.200 લોકોના અભ્યાસ મુજબ, લોકોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતાં. એક ગૃપમાં બધાએ 10 મિનિટ સુધી એકબીજા હાથ પકડી રાખ્યા અને પછી 20 સેકન્ડ સુધી ગળે લગાવ્યા.લોકોનું બીજું જૂથ 10 મિનિટ અને 20 સેકન્ડ સુધી શાંતિથી બેઠું હતું. એવું જાણવા મળ્યું હતું કે, પ્રથમ જૂથના લોકોમાં બ્લડ પ્રેશરનું સ્તર હ્રદયના ધબકારામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 

4. તે ભયને ઘટાડી શકે છે 

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જે લોકોમાં આત્મસન્માનનો અભાવ જોવા મળે છે. તેવા લોકોમાં કોઈ પણ વ્યક્તિનો સ્પર્શ ચિંતા ઘટાડી શકે છે. સાથે સ્પર્શ પણ લોકોને લોકોથી પોતાને અલગ કરતા રોકી શકે છે. એક્સપર્ટને જાણવા મળ્યું હતું કે, ટેડી બિયર જેવી નિર્જીવ વસ્તુઓને સ્પર્શ કરવાથી લોકોનો ડર પણ દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ