બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even before the oath, Bhupendra Patel called all the old ministers to their residence

બેઠક / શપથ પહેલા જ ભૂપેન્દ્ર પટેલે તમામ જૂના મંત્રીઓને નિવાસ સ્થાને બોલાવ્યા, જાણો શું છે કારણ

Malay

Last Updated: 02:43 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. તમામ મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલે જમવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

  • જૂના મંત્રીઓ સાથે ભૂપેન્દ્ર પટેલની ઔપચારિક મુલાકાત 
  • તમામ મંત્રીઓ મુખ્યમંત્રી નિવાસ્થાને પહોંચ્યા
  • તમામ મંત્રીઓના સાથ સહકારનો માન્યો આભાર

ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ પહેલા જૂના મંત્રીઓ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલે તમામ જૂના મંત્રીઓને બપોરના ભોજન માટે આમંત્રણ મોકલ્યું હતું. જેથી તમામ મંત્રીઓ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. 

દોઢ વર્ષની કામગીરીને બીરદાવી
ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને સૌથી પહેલા ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓની દોઢ વર્ષની કામગીરીને બિરદાવી હતી. સાથે તમામ મંત્રીઓનો સાથ સહકાર બદલ આભાર માન્યો હતો. જે બાદ તેઓએ તમામ જૂના મંત્રીઓની સાથે બેસીને ભોજન પણ લીધું હતું. આ તકે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

ગાંધીનગર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવાના છે. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જોકે, અહી નોંધનીય બાબત એ છે કે, આવતીકાલે જ ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સભ્યો સાથે જ શપથગ્રહણ કરશે. આપને જણાવી દઈએ કે, મંત્રી મંડળમાં કોને કોને સ્થાન મળશે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

જ્ઞાતિવાદ સમીકરણને ધ્યાનમાં રાખીને બની શકે મંત્રીમંડળ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગતરોજ દિલ્હી ખાતે PM મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મંત્રીમંડળના નામો ફાઈનલ થઈ ગયા છે. પસંદ કરાયેલા મંત્રીઓને પ્રદેશ કાર્યાલયમાંથી ફોન કરીને જાણ કરાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 22થી 25 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મંત્રીમંડળની રચના જ્ઞાતિવાદ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 7 પાટીદાર અને 3 મહિલાઓને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત 3 SC, 4 ST, 6 OBC, 1 બ્રાહ્મણ, 1 ક્ષત્રિય અને 1 જૈન ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

20 મંત્રીઓમાંથી 19ને મળી સફળતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીઓને આ વખતે ટિકિટ આપવામાં આવી હતી, જેમાંથી 19 મંત્રી જીતી ગયા છે.  આ 20 મંત્રીઓમાંથી માત્ર એક જ કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. જ્યારે 19 મંત્રીઓ જીતી ગયા છે. જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી, મનીષબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેર ડિંડોર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમનો સમાવેશ થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ