બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / eps benefits epfo rules employee job tenure complete 10 years

તમારા કામનું / પ્રાઇવેટ નોકરીમાં 10 વર્ષ પછી પેન્શન લેવાનો મળી જાય છે હક, પણ કર્મચારીએ પૂરી કરવી પડશે આ શરત

Arohi

Last Updated: 11:39 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કર્મચારી 5-5 વર્ષ માટે બે અલગ અલગ સંસ્થાનોમાં કામ કરે છે તો પછી શું થાય? અથવા તો બે નોકરીની વચ્ચે તેણે બે વર્ષનો બ્રેક લીધો હોય ત્યારે? તો શું ત્યારે તે કર્મચારી પેન્શનનો હકદાર હશે?

  • પ્રાઈવેટ નોકરી કરતા લોકો ધ્યાન આપો 
  • 10 વર્ષમાં મેળવી શકાય છે પેન્શન 
  • આ વાતોનું રાખો ખાસ ધ્યાન 

જો તમે 10 વર્ષ સુધી પ્રાઈવેટ નોકરી પણ કરી લો તો પેન્શનના હકદાર થઈ જશો. ઈપીએફઓના નિયમો અનુસાર કોઈ પણ કર્મચારી 10 વર્ષ નોકરી કર્યા બાદ પેન્શન મેળવવાનો હકદાર છે. આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે ફક્ત એક શરત છે. જેને કર્મચારીએ પુરી કરવી જરૂરી રહેશે. 

12% ભાગ દર મહિને PF એકાઉન્ટમાં થાય છે જમા 
હકીકતે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોની સેલેરીનો એક મોટો ભાગ PFની રીતે કપાય છે. જે દર મહિને કર્મચારીઓને PF એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય છે. નિયમો અનુસાર કર્મચારીની બેસિક સેલેરી +DAના 12% ભાગ દર મહિને PF એકાઉન્ટમાં જમા થાય છે. જેમાંથી કર્મચારીનો સંપૂર્ણ ભાગ EPFમાં જાય છે. જ્યારે નિયોક્તાનો 8.33% ભાગ કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને 3.67% દર મહિને EPF યોગદાનમાં જાય છે. 

આ છે ફોર્મુલા 
EPFOના નિયમો અનુસાર સતત 10 વર્ષ સુધી જોબ કર્યા બાદ કર્મચારી પેન્શનનો હકદાર થઈ જાય છે. તેમાં શરત ફક્ત એટલી છે કે જોબનું ટેન્યોર 10 વર્ષ જુનુ હોવું જોઈએ. 9 વર્ષ 6 મહિનાની સર્વિસને પણ 10 વર્ષ સુધી બરાબર કાઉન્ટ કરવામાં આવે છે. 

પરંતુ જો નોકરીનો સમય સાડા 9 વર્ષથી ઓછો છે તો પછી તેમાં 9 વર્ષ જ ગણવામાં આવશે. આવી સ્થિતિમાં કર્મચારી Pensio Accountમાં જમા રકમને રિટાયરમેન્ટની ઉંમર પહેલા પણ નિકાળી શકે છે. કારણ કે પેન્શનના હકદાર નથી હોતા.

5-5 વર્ષ બે અલગ સંસ્થામાં કામ કર્યું હોય તો? 
હવે સવાલ એ ઉઠે છે કે જો કર્મચારી 5-5 વર્ષ માટે બે અલગ અલગ સંસ્થાઓમાં કામ કરે તો શું થાય? અથવા તો બન્ને નોકરીની વચ્ચે બે વર્ષનો ગેપ હોય તો શું તે કર્મચારી પેન્શનનો હકદાર થશે? કારણ કે ઘણી વખત લોકોની નોકરી છૂટી જાય છે. 

ખાસ કરી મહિલાઓ પોતાની જવાબદારીઓના કારણે વચ્ચે નોકરીથી બ્રેક લઈ લે છે અને અમુક વર્ષ બાદ ફરી નોકરી જોઈન કરી લે છે. એવામાં તેમના 10 વર્ષના ટેન્યોર કઈ રીતે પુરા થશે અને કઈ રીતે પેન્શન સ્કીમનો લાભ મળશે? જાણો શું છે નિયમ? 

જાણો શું કહે છે EPFOનો નિયમ 
EPFO અનુસાર જોબમાં ગેપ છતાં બધી નોકરીઓને જોડીને 10 વર્ષનો ટેન્યોર પુરો કરી શકાય છે. પરંતુ શરત એ છે કે દરેક નોકરીમાં કર્મચારી પોતાના UAN નંબર ન બદલે. જુના UAN નંબર જ ચાલુ રાખે. એટલે કે કુલ 10 વર્ષના ટેન્યોર સિંગર UAN પર પુરા કરવા જોઈએ. 

કારણ કે જ્યારે નોકરી બદલ્યા બાદ પણ UAN એક જ રહે છે અને પીએફ એરાઉન્ટમાં જમા પુરા પૈસા તે UANમાં જોવા મળશે. જો બે નોકરી વખતે અમુક સમયનો ગેપ રહે છે તો તેને હટાવીને ટેન્યોરને એક માનવામાં આવે છે. એટલે કે છેલ્લી નોકરી અને નવી નોકરીની વચ્ચેના ગેપને હટાવી દેવામાં આવે છે અને તે નવી નોકરીની સાથે જોડી દેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ