બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / epfo penison scheme new rules 73 lakh pensioners get good news on 30 july

તમારા કામનું / 30 જુલાઇએ 73 લાખ પેન્શનધારો મળશે મોટા ગુડ ન્યૂઝ, EPFO એ બનાવ્યો ખાસ પ્લાન

MayurN

Last Updated: 05:06 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દેશભરમાં 73 લાખ પેન્શનરોને મોટી ખુશખબરી આપવા જઈ રહ્યું છે. 30 જુલાઈએ મોટો નિર્ણય લઈ શકાય છે.

  • EPFO હવે સેન્ટ્રલ પેન્શન વિતરણ પ્રણાલી વિકસાવસે
  • આ પ્રણાલીના લીધે દેશભરમાં 73 લાખ લોકોને ફાયદો 
  • એક સાથે એક તારીખે બધા લોકોને પેન્સન મોકલવાની સગવડતા મળશે 

એક સાથે 73 લાખ પેન્શનર્સને ફાયદો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) 29 અને 30 જુલાઇના રોજ યોજાનારી તેની બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ પ્રણાલી સ્થાપિત કરવાના પ્રસ્તાવ પર વિચાર કર્યા પછી તેને મંજૂરી આપશે. આ સિસ્ટમની સ્થાપના સાથે જ દેશભરના 73 લાખ પેન્શનર્સના ખાતામાં એક સાથે પેન્શન ટ્રાન્સફર થઈ જશે.

અલગ અલગ દિવસે પેન્શન મળે છે 
હાલ EPFOની 138 પ્રાદેશિક કચેરીઓએ તેમના વિસ્તારના લાભાર્થીઓના ખાતામાં પેન્શન નાખતા હોય છે. આવી સ્થિતિમાં પેન્શનરોને અલગ-અલગ દિવસો અને અલગ સમયે પેન્શન મળતું હોય છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે 29 અને 30 જુલાઈના રોજ યોજાનારી ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં સેન્ટ્રલ પેન્શન વિતરણ પ્રણાલીની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે.

એક સાથે મળશે પેન્શન
સૂત્રએ જણાવ્યું હતું કે આ સિસ્ટમની સ્થાપના બાદ પેન્શનનું વિતરણ 138 પ્રાદેશિક કચેરીઓના ડેટાબેઝના આધારે કરવામાં આવશે. આનાથી 73 લાખ પેન્શનધારકોને એક સાથે પેન્શન આપવામાં આવશે. સૂત્રે કહ્યું હતું કે તમામ પ્રાદેશિક કચેરીઓ તેમના વિસ્તારમાં પેન્શનરોની જરૂરિયાતોને અલગથી જુએ છે. આનાથી પેન્શનરોને જુદા જુદા દિવસોમાં પેન્શન ચૂકવવાની મંજૂરી મળે છે.

ડેટા બધો કેન્દ્રીય ડેટાબેઝમાં રાખવામાં આવશે
સીબીટીની 20 નવેમ્બર 2021 માં થયેલ 229 મી બેઠકમાં, ટ્રસ્ટીઓએ C-DAC દ્વારા કેન્દ્રિય આઇટી-આધારિત સિસ્ટમના વિકાસ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રાલયે બેઠક બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે ત્યારબાદ પ્રાદેશિક કચેરીઓની વિગતો તબક્કાવાર રીતે કેન્દ્રીય ડેટાબેઝમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. આનાથી સેવાઓના સંચાલન અને પુરવઠાની સુવિધા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ