બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / epfo deposited interest in more than 22 crore accounts check your pf balance this way

આનંદો / 22 કરોડથી વધુ ખાતામાં સરકારે મોકલ્યું વ્યાજ, ફટાફટ આ રીતે કરો ચેક, જાણો PF બેલેન્સ

Premal

Last Updated: 07:06 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO ના કરોડો કર્મચારીઓ અને ખાતાધારકો માટે ખુશખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાંકીય વર્ષ 2020-21 માટે 22.55 કરોડ ખાતાધારકોમાં 8.50 ટકાના દરે વ્યાજ દર જમા કર્યુ છે. EPFOએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી છે.

  • EPFO ના કરોડો કર્મચારીઓ અને ખાતાધારકો માટે ખુશખબર
  • 22 કરોડથી વધુ ખાતામાં સરકારે મોકલ્યું વ્યાજ
  • આ રીતે ચેક કરો, તમારા PFના ખાતામાં રૂપિયા આવ્યાં કે નહીં?

EPF યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો

ઈપીએફઓએ એક ટ્વિટમાં કહ્યું, નાણાંકીય વર્ષ 2020-21 માટે 22.55 કરોડ ખાતામાં 8.50 ટકા વ્યાજ સાથે જમા કરી શકાય છે. હવે ત્યારબાદ તમે તાત્કાલિક ચેક કરશો કે તમારા પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રૂપિયા આવ્યાં છે કે નહીં. ઈપીએફઓએ 30 ઓક્ટોબર 2021ના એક સર્ક્યુલરમાં કર્મચારી ભવિષ્ય નિધિના ખાતાધારકોના ખાતા માટે વર્ષ 2020-21 માટે વ્યાજ દરની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, 1952ના પેરા 60 (1) હેઠળ કેન્દ્ર સરકારની મંજૂરીથી વર્ષ 2020-21 માટે દરેક ખાતાધારકોના ખાતામાં 8.50 ટકાના દરથી વ્યાજ જમા કરવાની મંજૂરી આપી દીધી છે. ઈપીએફઓએ પોતાના સત્તાવાર પરિપત્રમાં કહ્યું ઈપીએફ યોજના, 1952ના પેરા 60ની જોગવાઈઓ અનુસાર ઈપીએફ યોજના હેઠળ આ લાભ આપવામાં આવ્યો છે. 

આ રીતે PF ઓનલાઈન ચેક કરી શકો છો

બેલેન્સ ચેક કરવા માટે EPFO મેમ્બર્સને EPFOHO UAN ENG ટાઈપ કરીને 7738299899 પર SMS કરવો પડશે.
રજીસ્ટર્ડ યુઝર 011-22901406 પર એક મિસ્ડ કોલ મોકલી શકો છો. ત્યારબાદ તેમને પીએફ ખાતાની બાકી રકમ વિવરણની સાથે એક એસએમએસ મળશે.
રજીસ્ટર્ડ યુઝર ઈપીએફઓ વેબસાઈટના માધ્યમથી પણ પીએફ બેલેન્સની તપાસ કરી શકો છો.
તમે પોતાના યુએએન અને ઓટીપીની સાથે લોગ ઈન કર્યા બાદ ઉમંગ એપ પર પોતાની પીએફ પાસબુક પણ એક્સેસ કરી શકો છો.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

EPFO EPFO rules Employees' Provident Fund Organisation PF Account Holder EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ