બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / england to cancel pakistan tour after new zealand for security concern

આબરૂના લીરેલીરાં / પાકિસ્તાન ક્રિકેટની આબરૂના ધજાગરાં, ન્યુઝીલેન્ડ બાદ હવે આ ટીમ પણ કરશે પ્રવાસ રદ્દ?

Premal

Last Updated: 12:32 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પ્રથમ વન-ડે મેચ શરૂ થતાં પહેલાં સુરક્ષાનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો વર્તમાન પ્રવાસ રદ્દ કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે, ન્યૂઝીલેન્ડની ટીમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. જોકે, આ વિવાદ અહીં રોકાવાનું નામ લેતો નથી.

  • ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો વર્તમાન પ્રવાસ રદ્દ કર્યો
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડેની સ્પષ્ટતા, ન્યૂઝીલેન્ડની ટીમને સુરક્ષા આપી
  • ઈસીબી બોર્ડ આગામી 48 કલાકમાં નક્કી કરશે કે પ્રવાસ વધારવો કે નહીં

તો હવે આ ટીમ પણ રદ્દ કરશે પ્રવાસ!

હવે પાકિસ્તાનના પ્રવાસે આવનારી વધુ એક ટીમ સુરક્ષાનું કારણ આગળ ધરીને પોતાના પ્લાનમાં ફેરફાર કરી શકે છે. સુરક્ષાના કારણે ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ થયા બાદ આગામી મહિને ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસને શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ, બ્લેક કેપ્સ પહેલા વન-ડે માટે પોતાના હોટલના રૂમમાંથી બહાર નિકળતી ન હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે, તેઓ આગામી 48 કલાકમાં નક્કી કરશે કે આવતા મહિને થનારો પ્રવાસ આગળ વધશે કે નહીં.

થોડા કલાકોમાં થશે મોટો નિર્ણય

એક પ્રવક્તાએ કહ્યું, અમે જાણીએ છીએ કે ન્યૂઝીલેન્ડની ટીમે સુરક્ષા એલર્ટનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો છે. આ સ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે અમે પોતાની સુરક્ષા ટીમ સાથે સંપર્ક કરી રહ્યાં છે, જે પાકિસ્તાનમાં ઉપસ્થિત છે. ત્યારબાદ ઈસીબી બોર્ડ આગામી 24-48 કલાકમાં નક્કી કરશે કે અમારે પ્રવાસ આગળ વધારવાનો છે કે નહીં.

રાવલપિંડીમાં હાઈવોલ્ટેડ ડ્રામા!!

ખરેખર નાટક ત્યારે શરૂ થયુ જ્યારે સીરીઝની પ્રથમ વન-ડે રાવલપિંડી સ્ટેડિયમમાં શુક્રવારે સમયસર શરૂ થઇ ન હતી અને બંને ટીમો હોટલના પોતાના રૂમમાં રોકાઈ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સીઈઓ ડેવિડ વાઈટે નિવેદન જાહેર કરી કહ્યું કે, તેમને જે સલાહ મળી હતી તેને જોઈને આ પ્રવાસ આગળ ધપાવવો શક્ય નહતુ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ