બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / End gas-electricity conflict, cook food for free; Bring this tool for just 12 thousand

તમારા કામનું / ગેસ-વીજળીની માથાકૂટ ખતમ, Free માં બનાવો ભોજન; બસ 12 હજારમાં લઈ આવો આ સાધન

Megha

Last Updated: 11:26 AM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે એક નવો સોલર સ્ટોવ રજૂ કર્યો છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. જણાવી દઈએ કે આ સોલાર સ્ટવને સૂર્ય નૂતન નામ આપવામાં આવ્યું છે

  • ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો વધારો થઈ રહ્યો છે 
  • લોકો ઘરમાં ગેસ બચાવવા માટે અલગ અલગ ઉપાયો અપનાવે છે
  • પૈસા બચાવવા માટે સોલાર સ્ટવનો કરો ઉપયોગ 
  • ચાલો જાણીએ શું છે સૂર્ય નૂતન સોલાર સ્ટવ

છેલ્લા ઘણા સમયથી રસોઈ માટેના ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. એવામાં આજકાલ LPG રસોઈ ગેસ સિલિન્ડરનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં રસોઈ માટે થાય છે અને એલપીજી સિલિન્ડરની વધતી કિંમતો આપણા ખિસ્સા પર ખરાબ અસર કરે છે. જો કે આ માટે ઘણા લોકો ઘરમાં ગેસ બચાવવા માટે અલગ અલગ ઉપાયો અપનાવે છે પણ વધુ બચત થતી નથી એવામાં આજે અમે સોલાર સ્ટવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે તેનો ઉપયોગ કરવાથી ખાવાનું બનાવવા પાછળ ગેસમાં એક પણ રૂપિયો નહીં વપરાય. સોલાર સ્ટવ એક ખાસ પ્રકારનો સ્ટવ છે જે સૌર ઉર્જાની મદદથી ખોરાક બનાવે છે. 

સૂર્ય નૂતન સોલાર સ્ટવ
દેશમાં લગભગ દરેક લોકો સ્ટવ નો ઉપયોગ કરે છે અને એવામાં પૈસા બચાવવા માટે તમે સોલાર સ્ટવ પર પરિવાર માટે સ્વાદિષ્ટ ખોરાક બનાવી શકો છો. સરકારે એક નવો સોલર સ્ટોવ રજૂ કર્યો છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. જણાવી દઈએ કે આ સોલાર સ્ટવને સૂર્ય નૂતન નામ આપવામાં આવ્યું છે અને તેને દિવસ-રાત મફતમાં ચલાવી શકાય છે. ચાલો જાણીએ શું છે સૂર્ય નૂતન સોલાર સ્ટવ.. 

સરકાર પાસે છે પેટન્ટ 
સૂર્ય નૂતન સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની મદદથી બનાવવામાં આવ્યું છે જેના કારણે ગેસના ખર્ચ વગર ખોરાક બનાવી શકાય છે. જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને હરદીપ સિંહ પુરીની હાજરીમાં સૂર્ય નૂતન સોલર સ્ટોવ લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ ખાસ પ્રકારનો સ્ટવ ફરીદાબાદના ઈન્ડિયન ઓઈલના સંશોધન અને વિકાસ કેન્દ્ર દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેની પેટન્ટ ઈન્ડિયન ઓઈલ દ્વારા કરવામાં આવી છે.

કિંમત
સૂર્ય નૂતન સ્ટોવની કિંમત રૂ. 12,000 છે, જણાવી દઈએ કે તેના બેઝ વેરિઅન્ટની કિંમત 12,000 રૂપિયા છે જ્યારે ટોપ વેરિઅન્ટ 23,000 રૂપિયા છે.  સૂર્ય નૂતન સ્ટોવએક રિચાર્જેબલ સ્ટોવ છે એટલે કે તડકો હોય ત્યારે પણ તમે સ્ટોવનો ઉપયોગ કરી શકો છો. જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ રાત્રે ભોજન બનાવી શકાય છે.

સૂર્યપ્રકાશ વિના કેવી રીતે  કરશે કામ 
ખાસ જાણવાનું રહ્યું કે સૂર્ય નૂતન સોલર સ્ટોવ સામાન્ય સોલર સ્ટોર કરતા અલગ છે. પહેલી વાત એ છે કે સૂર્ય નૂતન સ્ટવને બાકીના સોલાર સ્ટવની બાજુમાં તડકામાં રાખવાની જરૂર નથી. આ ઉપરાંત તેને રસોડામાં ફિક્સ્ડ કરી શકાય છે. જણાવી દઈએ કે આ એક રિચાર્જેબલ અને ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ છે. આ સ્ટોવ સ્પ્લિટ એસીની જેમ કામ કરે છે મતલબ કે એક યુનિટને તડકામાં રાખી શકાય છે, સાથે જ બીજા યુનિટને રસોડામાં પણ લગાવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ