બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / employees pension may increase 300 percent if supreme court allow

તમારા કામનું / આનંદો! સુપ્રીમ કોર્ટના એક આદેશથી આ સરકારી કર્મીઓના પેન્શનમાં થઈ શકે મોટો વધારો, જાણી લો સમગ્ર ગણતરી

Kavan

Last Updated: 02:52 PM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં ટૂંક સમયમાં મોટો વધારો થઈ શકે છે.

  • કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં થઈ શકે મોટો વધારો 
  • સુપ્રીમ કોર્ટ આપી શકે છે મોટો ચુકાદો
  • 300 ટકા જેટલુ વધશે પેન્શન

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં યોગદાન આપતા લાખો કર્મચારીઓના પેન્શન (EPS)માં વધારો થઈ શકે છે. અત્યાર સુધી, પેન્શનની ગણતરી માટે મૂળ પગાર નક્કી કરવામાં આવે છે, જે લઘુત્તમ માસિક મૂળ પગાર(Minimum Basic Salary) રૂ. 15,000 છે.

લઘુત્તમ પેન્શનમાં થશે 1000 સુધીનો વધારો 

વાસ્તવમાં, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 15,000 રૂપિયાથી વધુ હોય તો પણ પેન્શનની ગણતરી માત્ર 15,000 રૂપિયામાં જ થાય છે. જો આ અવરોધ દૂર થશે તો પેન્શન નક્કી કરવાનું ગણિત પણ બદલાઈ જશે. એટલે કે, જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર 20,000 રૂપિયા છે અને તેના આધારે પેન્શનની ગણતરી કરવામાં આવે છે, તો લઘુત્તમ પેન્શનમાં લગભગ 1,000 રૂપિયાનો વધારો થશે અને તે 8,571 રૂપિયા સુધી પહોંચી જશે.

પેન્શનનું ગણિત આ રીતે સમજો

જો તમારો મૂળ પગાર રૂ. 15,000થી વધુ હોય તો પણ પગાર પરનો પીએફ રૂ. 15,000માં જ ગણવામાં આવશે. એટલે કે, જો કર્મચારીનો મૂળ પગાર 40,000 રૂપિયા છે અને તે તેના પેન્શનની ગણતરી માત્ર 40,000 પર કરવા માંગે છે, તો તે કરી શકશે નહીં, કારણ કે વર્તમાન કાયદામાં તેની મંજૂરી નથી. જો સુપ્રીમ કોર્ટ પગારની આ મર્યાદા હટાવી દે તો કર્મચારીઓને અનેક ગણું વધુ પેન્શન મળશે.

આ છે સમગ્ર મામલો 

કર્મચારી પેન્શન સંશોધન યોજનાને કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2014ના એક અધિસૂચના દ્વારા લાગૂ કરી હતી. તેનો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેના પર EPFOએ સુપ્રીમ કોર્ટમાં એક SLP દાખલ કરી. 1 એપ્રિલ 2019ના રોજ EPFOની SLP પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પેન્શનનું વેતન 15 હજાર કરવાનું કોઈ જ વાજબી નથી. આ મામલે 17 ઓગસ્ટથી સતત સુનાવણી ચાલી રહી છે અને નિર્ણય આવવાનો બાકી છે. 

તમારું પેન્શન આટલું વધી શકે 

ધારો કે કર્મચારીનો પગાર (મૂળભૂત પગાર અને ડીએ) 20 હજાર રૂપિયા છે. બદલાયેલ પેન્શન ફોર્મ્યુલા અનુસાર તેમનું પેન્શન 7,500 રૂપિયાથી વધીને 8,571 રૂપિયા થશે. તમે ફોર્મ્યુલા = માસિક પેન્શન = (પેન્શનપાત્ર પગાર x EPS યોગદાન) વડે EPS ગણતરી ચકાસી શકો છો. આ રીતે પેન્શનમાં સીધો 300%નો ઉછાળો આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ