એલન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેની નેટવર્થ એટલી નીચે આવી ગઈ છે કે તેને ભાડું ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. મકાનમાલિકે ઓફિસનું ભાડું ન ચૂકવવા બદલ ટ્વિટર સામે કાયદાકીય ફરિયાદ નોંધાવી છે. ઇલોન મસ્ક 200 અબજની સંપત્તિ ગુમાવ્યા બાદ પોતાના જૂના દિવસોને યાદ કરી રહ્યા છે.
એલન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો
ટ્વિટરની ઓફિસનું નથી ચુકવ્યું ભાડુ
ટ્વિટર સામે કાયદાકીય ફરિયાદ
એક સમયે વિશ્વના નંબર 1 અમીર વ્યક્તિ તરીકે ઓળખાતો એલન મસ્ક હવે લિસ્ટમાં નીચે જ આવી રહ્યો છે. એલન મસ્કનું નામ લિસ્ટમાંથી એટલું નીચે આવી ગયું છે કે હવે તેને પોતાના જૂના દિવસો યાદ આવી રહ્યા છે.
200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કરી એલન મસ્ક જૂના દિવસોને યાદ કરીને ભાવુક થઈ રહ્યો છે. ટ્વિટર ખરીદ્યા બાદથી સતત ઘટતી સંપત્તિ બાદ એલન મસ્ક એ સમયને યાદ કરી રહ્યા છે જ્યારે તેમને 'પર્સન ઑફ ધ યર'નો એવોર્ડ મળ્યો હતો.
ઈમોશનલ થયા એલન મસ્ક
એલન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા કંપની ટ્વિટરની બાગડોર સંભાળી ત્યારથી તેને એક પછી એક ફટકો પડી રહ્યો છે. ટ્વિટરમાં એક પછી એક ફેરફાર કર્યા બાદ મસ્કે કર્મચારીઓને મળતી સુવિધાઓમાં કાપ મૂક્યો હતો.
ખર્ચ ઘટાડવામાં લાગેલા મસ્કે માત્ર ટ્વિટર જ નહીં પરંતુ ડેટા સેન્ટર, કિચન સર્વિસ, સિક્યુરિટી જેવી સેવાઓ પણ બંધ કરી દીધી. હવે તેને તેના જૂના દિવસો યાદ આવી રહ્યા છે.
12 મહિના પહેલા મળ્યો હતો એવોર્ડ
હકીકતે વર્ષ 2021 માં એલન મસ્કને ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને પ્રતિભાશાળી, દૂરદર્શી, ઉદ્યોગપતિ, શોમેન કહીને તેમને વર્ષ 2021 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મસ્ક પોતાના આ એવોર્ડને યાદ કરી રહ્યો છે.
ટ્વીટ કરતા તેણે લખ્યું કે 12 મહિના પહેલા હું પર્સન ઓફ ધ યર હતો. ટાઇમ મેગેઝિને તેના વિશે લખ્યું છે કે જે વ્યક્તિ પૃથ્વી વિશે વિચારે છે, મંગળ પર જાય છે અને ઇલેક્ટ્રોનિક કાર વેચે છે, હવે તે વ્યક્તિએ તેની 200 અબજની સંપત્તિ ગુમાવીને એક બદનામ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
કેટલી છે એલન મસ્કની સંપત્તિ
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પર નજર કરીએ તો ટેસ્લાના શેરમાં સતત ઘટાડાથી મસ્કની સંપત્તિ 340 અબજ ડોલરથી ઘટીને લગભગ 137 અબજ ડોલર થઈ ગઈ છે. મસ્કની સંપત્તિ એટલી બધી ઘટી ગઈ છે કે તેણે ટ્વિટરની ઓફિસનું ભાડું પણ ચૂકવ્યું નથી. ટ્વિટરના પ્રાઈવેટ જેટનું ભાડું પણ બાકી છે. જેના કારણે હવે તેઓ કાયદાકીય મામલામાં ફસાઈ રહ્યા છે.