બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Eknath Shinde Met BJP's Devendra Fadnavis In Gujarat Last Night: Sources

સૂત્રોનો દાવો / મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત ! શિંદે અને ફડણવીસ અડધી રાતે વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ શહેરમાં હતા

Hiralal

Last Updated: 08:27 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર રચવાની તૈયારી શરુ કરી હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ વડોદરામાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી.

  • ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની શરુ કરી કવાયત
  • શુક્રવારે રાતે  એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં હતા
  • આ સમયે અમિત શાહે પણ વડોદરાના સર્કિટ હાઉસમાં હતા 

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ભાજપની સાથે મળીને સરકાર રચવાની દિશામાં તૈયારી શરુ કરી દીધી છે જેના ભાગરુપે એકનાથ શિંદેએ ભાજપના દિગ્ગજ નેતાને મળ્યાં હતા. પાંચ દિવસ સુધી ચાલેલી રાજકીય લડાઈ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, તે સમયે વડોદરામાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ દેવેન્દ્ર ફડણવીસ પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એકનાથ શિંદે શુક્રવારે રાત્રે ખાનગી જેટ દ્વારા ગુવાહાટીથી વડોદરા જવા રવાના થયા હોવાના અહેવાલ છે. બેઠક બાદ તેઓ શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ગુવાહાટી પરત ફર્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ પણ વડોદરામાં  હતા 
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહ પણ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી આજે સવાર સુધી વડોદરામાં જ હતા. તેઓ સર્કિટ હાઉસમાં રોકાયા હતા. જોકે ફડણવીસ અને શિંદેને મળ્યા હતા કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

આગામી સમયમાં મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની સરકાર રચાય તેવી શક્યતા
ભાજપે ઉચ્ચ સ્તરે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની દિશામાં પ્રયાસો તેજ કરી દીધા છે. શિંદે પણ હવે શુક્રવારે મોડી રાતે વડોદરામાં એકનાથ શિંદેને મળ્યાં હતા જે દર્શાવે છે આગામી સમયમાં મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાઈ શકે છે. 

એકનાથ શિંદના જૂથે પોતાનું નામ નક્કી કર્યું 
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે બે બે શિવસેના હશે. ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને પહેલા સુરત અને તે બાદ ગુવાહાટી જતાં રહેલા એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યોએ હવે શિવસેના તોડીને પોતાની અલગ પાર્ટીનું એલાન કરી નાંખ્યું છે. આ નવી પાર્ટીનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે, નવી પાર્ટીનું નામ હશે 'શિવસેના બાળાસાહેબ'. જોકે હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના આની સામે શું કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે. 

શું છે સમગ્ર ઘટનાક્રમ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને તેમની પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિંદે અમુક ધારાસભ્યોને લઈને સુરત જતાં રહ્યા, ત્યાંથી ગુવાહાટી ગયા. તેઓ વિદ્રોહ કરીને ગુવાહાટી ગયા તે બાદ પણ અનેક ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા અને ધીમે ધીમે ઉદ્ધવ ઠાકરેનું સમર્થન ઓછું થતું ગયું. એક સમય એવો આવ્યો કે ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી નિવાસ છોડ્યું અને બેથી ત્રણ વાર કાર્યકરોને ઈમોશનલ અપીલ કરી હતી. એક બાદ એક બેઠકોનો દોર યથાવત છે અને સરકાર પર તલવાર લટકી રહી છે. રાજ્યની જનતાને એક જ પ્રશ્ન છે કે શું વર્તમાન સરકાર પડી જશે? શું કોઈ નવી સરકાર બનશે? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ