બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Eight killed after falling on high tension electric wire rickshaw in Andhra Pradesh

દુઃખદ / ખેતમજુરી કરવા જતા શ્રમિકોને રસ્તામાં જ થયો કાળનો ભેટો, હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર રિક્ષા પર પડતાં આઠના મોત

ParthB

Last Updated: 02:41 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજ કરંટથી લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને બચવાનો મોકો પણ ન મળ્યો અને ઓટોમાં સવાર તમામ લોકો આ મોટી દુર્ઘટનાનો ભોગ બન્યા.

  • આંધ્રપ્રદેશમાં હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર રિક્ષા પર પડતાં અકસ્માત
  • વાયર રિક્ષા પર પડતાંની સાથે ઓટોમાં સવાર તમામ લોકો જીવતા ભડથું થઇ ગયા 
  • તમામ મૃતકો ખેતરમાં ખેત મજૂરી કરતાં હતાં 

આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માતમાં આઠ લોકો જીવતા દાઝ્યાં 

આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં એક ભયાનક અકસ્માતમાં આઠ લોકો જીવતા દાઝી ગયા હતા.તાડીપત્રી મંડળના ચિલ્લાકોંડયા પલ્લી ગામ પાસે બનેલી ઘટના મુજબ, મુસાફરોને લઈ જતી ઓટો રિક્ષા પર હાઈ ટેન્શનનો ઈલેક્ટ્રિક વાયર પડ્યો હતો. જે બાદ સમગ્ર ઓટોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેને લઈને ઓટોમાં સવાર તમામ લોકો જીવતા સળગી ગયા હતા, તેમને બચવાનો મોકો મળ્યો નહોતો. આ ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. તમામ ગુંડમપાલી ગામના રહેવાસી છે. તેઓ ખેતરોમાં કામ કરવા જતા હતા.

વીજ કરંટથી લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને સ્વબચાવનો મોકો જ ન મળ્યો

કહેવામાં આવી રહ્યું છે કે વીજ કરંટથી લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને સ્વબચાવનો મોકો જ ન મળ્યો અને રિક્ષામાં સવાર તમામ લોકો આ મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તમામ મૃતકો ખેતરમાં કામ કરતા મજૂરો હતા અને તેઓ સવારે પોતાના કામ પર જતા હતા. ત્યારે રસ્તામાં આ ભયાનક અકસ્માત થયો હતો.

આ પહેલા પણ વિશાખાપટ્ટનમમાં ગેસ લીકનો મામલો સામે આવ્યો હતો

તમને જણાવી દઈએ કે, વીજ કરંટ સિવાય આ મહિને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકનો મામલો સામે આવ્યો હતો.  અચ્યુતપુરમમાં પોરસ લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ  કંપનીમાં ગેસ લીક ​થવાને કારણે કંપનીમાં કામ કરતી 30 મહિલા કર્મચારીઓ બીમાર પડી ગઈ હતી. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગેસ ગળતરની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની તપાસ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ