બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / effect of new agricultural law in Gujarat, 15 APMC closed

કાયદાના ન થયા ફાયદા? / નવા કૃષિ કાયદાની ગુજરાતમાં માઠી અસર, 114 APMC બંધ થવાની હાલતમાં, 15ને વાગ્યા તાળા

ParthB

Last Updated: 02:06 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજુ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે રાજ્યની 224 APMCમાં નવા કૃષિ કાયદાની અમલવારી બાદ હાલત કફોડી બની

  • APMCની આવક ઘટતા કર્મચારીઓના પગાર કરવા મુશ્કેલ બન્યા
  • APMCના 3 હજાર થી વધુ કર્મચારીઓની આજીવિકા સામે મોટો પ્રશ્ન
  • નાની માર્કેટની આવક સદંતર બંધ થતા તાળા મારવાની ફરજ પડી
  • રાજ્યની 114 APMC બંધ થવાની સ્થિતિમાં

APMCની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં

કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની 224 APMCમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજ્યની 15 APMCમાં તાળાં લાગી ગયા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં 114 APMCબંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે. આ ઉપરાંત કેટલીક એપીએમસીની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.

કેટલીક APMCએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડ્યા
નાની માર્કેટની આવક સદંતર બંધ થઇ જવા પામી છે. જ્યારે વર્ષે દહાડે કરોડોનું ટર્નઓવર ધરાવતી બજાર સમિતિઓની આવકને અસર પડી છે. નાની બજાર સમિતિની આવક બંધ થતાં તેઓએ માર્કેટને તાળાં મારી દેવાની ફરજ પડી છે. જ્યારે કેટલીક માર્કેટના હોદ્દેદારોએ કર્મચારીઓને છૂટા કરવા પડયાં છે. બીજી તરફ કેટલીક બજાર સમિતિએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડી પોતાના ફંડમાંથી પગાર ચૂકવવા રહ્યા છે.

APMCના કર્મીઓએ આજીવિકા બચાવવા ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા 
ગુજરાત બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાની સલામતી માટે ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા છે. રાજ્યની 224 એપીએમસીના 3000 થી વધુ કર્મચારીને સરકાર અથવા માર્કેટ બોર્ડ હસ્તક લઇ લેવામાં રજૂઆત કરી છે. નવા કાયદા બાદ સર્જાયેલી કર્મચારીઓની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા કર્મચારી મંડળ વતી માગણી કરી છે.

રાજ્યની APMCની કથળેલી હાલતના મુદ્દે કોગ્રેસના આકરાં પ્રહાર
નવા કૃષિ કાયદાની અમલવારીને લઈને કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની 15થી વધારે APMCને તાળા લાગી ગયા આ સાથે રાજ્યના 124 APMCના કર્મચારીઓનેને પગાર ચૂકવવાના પૈસા નથી. જેને લઈને મોટાભાગની APMCએ પોતાના કર્માચારીઓને છુટ્ટા કરવામાં આવી રહ્યાં છે. સરકારના નવા કાયદાને લઈને રાજ્યની APMCનું માળખું ભાંગી જશે. તેમજ નવા કૃષિ કાયદાથી વેપારીઓએ ખાનગી કંપનીઓ ખેડૂતોને લૂંટશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ