બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / edible oil price may reduce as govt planning to cut agri cess

રાહતના એંધાણ / ગૃહિણી માટે ગુડ ન્યૂઝ! આખરે તમારા રસોડાની આ મહત્વની ચીજનાં ભાવ ઘટે તેવી શક્યતા

Dhruv

Last Updated: 01:46 PM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે તેની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે ભારતમાં વધતા ભાવને રોકવા સરકાર એગ્રી સેસમાં ઘટાડો કરવા વિચારી રહી છે.

  • ખાદ્યતેલના આસમાની ભાવ વચ્ચે જનતાને રાહત મળવાની આશા
  • ખાદ્યતેલની આયાત પર એગ્રી સેસ ઘટાડવાની સરકારની વિચારણા
  • દેશમાં ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક હોવાનો સરકારનો દાવો

ખાદ્યતેલના આસમાની ભાવ વચ્ચે દેશની જનતાને રાહત મળવાની આશા છે. કારણ કે સરકાર ખાદ્યતેલની આયાત પર સેસ ઘટાડવાનું વિચારી રહી છે. જેનાથી ભાવમાં ઘટાડો થશે અને લોકોને રાહત મળશે. ભારત પોતાની જરૂરિયાતના અડધા તેલની આયાત ઈન્ડોનેશિયાથી કરતું હતું. ઈન્ડોનેશિયાએ અચાનક પામ ઓઈલ અને ક્રૂડ પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે ભારતમાં ખળભળાટ મચી ગયો છે. માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડાને કારણે ભાવ પણ સતત ઝડપથી વધી રહ્યાં છે. મળતા અહેવાલ મુજબ, મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સ એડિબલ ઑઇલ ઇમ્પોર્ટ પર 5 ટકાના એગ્રી સેસને ઓછો કરવાની તૈયારી ચાલી રહી છે.

ઈન્ડોનેશિયા બાદ ભારત મલેશિયામાંથી સૌથી વધુ તેલ આયાત કરે છે. જો કે, મલેશિયા પહેલેથી જ પોતાના જૂના ગ્રાહકોને સપ્લાય કરવામાં અસમર્થતા દર્શાવી રહ્યું છે. આવી સ્થિતિમાં નવા વિકલ્પો પણ શોધવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, ભારત ઈન્ડોનેશિયા સાથે રાજદ્વારી વાતચીત પણ કરી રહ્યું છે. ઈન્ડોનેશિયા વિશ્વનું સૌથી મોટું પામ ઓઈલ એક્સપોર્ટર છે. તેના તાજેતરના નિર્ણયથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે.

ભારતની એકંદર જરૂરિયાતમાં 40 ટકા પામ ઑઇલ

ખાદ્ય તેલની કટોકટી અંગે સંબંધિત અધિકારીઓએ મિંટને જણાવ્યું કે, તેમના દેશમાં ખાદ્ય તેલ માટે અન્ય વિકલ્પો છે, પરંતુ ચિંતાનો વિષય કિંમત છે. ભાવને અંકુશમાં રાખવા માટે કૃષિ સેસ કાપનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભારત ઇન્ડોનેશિયાથી પામ ઓઇલનું સૌથી મોટું આયાતકાર છે. દર વર્ષે તે અંદાજે લગભગ 9 મિલિયન ટન પામ ઓઈલની ઈન્ડોનેશિયાથી આયાત કરે છે. આ ભારતની એકંદર જરૂરિયાતના 40 ટકાની નજીક છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો સરકાર સમયસર વિકલ્પ નહીં શોધે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ બમણા થઈ શકે છે.

એગ્રી સેસ માફ કરવાથી વધારે રાહત નહીં

નાણા મંત્રાલયના જણાવ્યાં અનુસાર, તેલની ઇમ્પોર્ટ પર માત્ર 5 ટકા જ સેસ લાગે છે. જો તેને માફ કરી દેવામાં આવે છે તો પણ કિંમત પર વધુ અસર થશે નહીં. અન્ય એક અધિકારીએ કહ્યું કે, સરકાર એક જાગૃતિ કાર્યક્રમ ચલાવી શકે છે જેમાં લોકોને પામ ઓઈલના બદલે અન્ય તેલ તરફ વળવા માટે અપીલ કરી શકાય છે.

રૂપિયા પ્રતિ લિટર કિંમત પર અસર સંભવ

બેંક ઑફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન શ્રીનિવાસે જણાવ્યું કે, જો એગ્રી સેસમાં કપાત કરવામાં આવે છે તો રિટેઇલ પ્રાઇસમાં 2થી 3 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે પરંતુ તેનાથી કામ નહીં ચાલે. 2020ના મુકાબલે ખાદ્યતેલના ભાવમાં 60-100 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

ખાદ્યતેલનો પુરતો સ્ટોક

દરમિયાન, સરકારે રવિવારે કહ્યું હતું કે, દેશમાં ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક છે અને તે તેની કિંમતો અને પુરવઠાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતમાં તમામ ખાદ્ય તેલનો પૂરતો સ્ટોક છે. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે, દેશમાં તમામ ખાદ્યતેલોનો વર્તમાન સ્ટોક આશરે 21 લાખ ટન છે અને મે મહિનામાં લગભગ 12 લાખ ટન આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ રીતે ઇન્ડોનેશિયા દ્વારા પામ ઓઇલની નિર્યાત પર લગાવવામાં આવેલા પ્રતિબંઘને જોતા દેશની પાસે પૂરતો સ્ટોક છે. દેશના કુલ ખાદ્યતેલની આયાતમાં પામ તેલનો હિસ્સો 62 ટકા છે.

કિંમત અને ઉપલબ્ધતા પર નજર

નિવેદનમાં જણાવાયું કે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ કિંમતો અને ઉપલબ્ધતાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. મુખ્ય ખાદ્ય તેલ પ્રોસેસિંગ એસોસિએશન સાથે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે કે જેમાં સ્થાનિક સ્તરે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવા તેમજ ગ્રાહકોને રાહત આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય મૂલ્ય પર દબાણ છે કારણ કે વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ઘણાં દેશોમાં નિકાસ કર વધ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ