બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ED summons Congress president Sonia Gandhi for questioning in National Herald money laundering case on July 21:

કાર્યવાહી / સોનિયા ગાંધીએ હવે ટાઈમ ફાળવ્યો, 21 જુલાઈએ ઈડીની પૂછપરછ માટે હાજર રહેશે, હવે બીજા નેતાઓનો વારો

Hiralal

Last Updated: 05:42 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી 21 જુલાઈએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. ઈડીએ તેમને હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે.

  • નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયાની થશે પૂછપરછ
  • 21 જુલાઈએ ઈડીની ઓફિસમાં રહેશે હાજર
  • ઈડીએ હાજર રહેવાનું પાઠવ્યું સમન્સ 

રાહુલ ગાંધીની પૂછપરછ બાદ હવે ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પૂછપરછ માટે 21 જુલાઈએ બોલાવ્યાં છે. સોનિયાએ પણ ટાઈમ ફાળવાને 21 જુલાઈએ હાજર રહેવાની હા પાડી દીધી છે. આ પહેલા ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતા પરંતુ તેઓ કોરોના પોઝિટવ હોવાથી નહોતા આવી શક્યા અને તેમણે ઈડીને નવી તારીખ આપવાનું જણાવ્યું હતું. ઈડીએ પણ તેમની વિનંતી સ્વીકારીને પછીથી નવી તારીખ આપવાનું જણાવ્યું હતું જે અનુસાર હવે તેઓ 21 જુલાઈએ ઈડી સમક્ષ હાજર રહેશે અને ઈડીની પૂછપરછમાં સામેલ થશે. 

રાહુલ-સોનિયા સહિતના કોંગ્રેસી નેતાઓ સામે ચાલી રહ્યો છે નેશનલ હેરાલ્ડ કેસ
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર ઈડી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓની સામે તપાસ ચલાવી રહી છે. જે અનુસાર કોંગ્રેસી નેતાઓની પૂછપરછ થઈ રહી છે. ઈડી પહેલા ચારથી પાંચ વાર રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે અને હવે તેમણે સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. 

રાહુલ અને સોનિયા બાદ હવે કોંગ્રેસના બીજા નેતાઓની પૂછપરછ

પહેલા રાહુલ અને 21 જુલાઈએ સોનિયાની પૂછપરછ બાદ હવે ઈડી નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના બીજા નેતાઓની પૂછપરછ કરી શકે છે જેમાં નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત નેતાઓ સામેલ છે. 

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 50 કલાક પૂછપરછ 

ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પાંચ દિવસમાં 50 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, આ દરમિયાન તેમના નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધી પરિવારની પૂછપરછ એ હિસ્સો, નાણાકીય વ્યવહારો અને યંગ ઇન્ડિયન એન્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ના પ્રમોટર્સની ભૂમિકાને સમજવા માટે ઇડીની તપાસનો એક ભાગ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા-રાહુલ પર લગાવ્યો હતો છેતરપિંડીનો આરોપ
2013માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો પર છેતરપિંડી અને ભંડોળની ઉચાપતનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે યુવા ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડે 90.25 કરોડ રૂપિયાની વસૂલાતનો અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. સ્વામીની ફરિયાદને આધારે ઈડી આ કેસની તપાસ ચલાવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ