બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ed raids at 35 locations regarding the liquor scam

BIG NEWS / દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ફરી ત્રણ રાજ્યોમાં EDનો સપાટો, કેજરીવાલે કહ્યું 500 રેડ કરી, કશું મળતું નથી

Khevna

Last Updated: 11:35 AM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EDએ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની 'દારૂ નીતિ'ના સંબંધમાં પંજાબ, દિલ્હી અને હૈદરાબાદમાં 35 સ્થળો પર રેડ પાડી. જાણો વિગતવાર

  • પંજાબ, દિલ્હી અને હૈદરાબાદમા 35 ઠેકાણા પર ઇડીની રેડ 
  • આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા 
  • 500 રેડ કરી, કશું મળતું નથી : કેજરીવાલ 

પંજાબ, દિલ્હી અને હૈદરાબાદમા 35 ઠેકાણા પર ઇડીની રેડ 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની 'દારૂ નીતિ'ના સંબંધમાં આજે પણ દરોડા પાડ્યા છે. દિલ્હી, પંજાબ અને હૈદરાબાદ સહિત દેશભરની કુલ 35 જગ્યાઓ પર આ દરોડા ચાલુ છે. મામલામાં ઇડીએ મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ઇડીએ દરોડા બાદ દારૂના કારોબારી સમીર મહેન્દ્રૂ સહિત બે શખ્સને અરેસ્ટ કર્યા હતા. 

આ રાજ્યોમાં દારૂના કારોબારીઓ, વિતરકો અને સપ્લાય ચેઈન નેટવર્ક સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.ઇડીની કાર્યવાહી ત્યારે શરૂ થઈ, જ્યારે એજન્સીની ટીમોને મુખ્યાલયથી દરોડાવાળા સ્થાનો માટે નીકળતી જોવા મળી. 

આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા 

દારૂ નીતિ મામલામાં જ અરેસ્ટ થયેલા આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ અને બિઝનેસમેન વિજય નાયરને ગઈ કાલે (ગુરુવારે) દિલ્હીની અદાલતે બે અઠવાડિયા માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. નાયરની સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આરોપી છે.

500 રેડ કરી, કશું મળતું નથી : કેજરીવાલ 

પ્રોસિક્યુશન મુજબ, નાયરે અન્ય લોકો સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેનો એક ભાગ દિલ્હી સરકારની આબકારી નીતિ, 2021-2022 ઘડીને લાગુ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો છે કે તેનો ઈરાદો સરકારને છેતરીને દારૂના ઉત્પાદકો અને તેના વિતરકોને અનુચિત અને ગેરકાયદેસર લાભ આપવાનો હતો અને આ નીતિના પરિણામે સરકારને મોટી આવકનું નુકસાન થયું હતું.

CBIએ નાયબ મુખ્યમંત્રી મનીષ સહિત લોક સેવકો અને અન્ય અજ્ઞાત લોકો સામે ભારતીય દંડ સંહિતા અને અન્ય ભ્રષ્ટાચાર નિરોક્ષક કાયદાઓ હેઠળ મામલો દાખલ કર્યો હતો. એફઆઈઆર મુજબ, આરોપી જાહેર સેવકોએ સક્ષમ અધિકારીઓની પરવાનગી લીધા વિના આબકારી નીતિ અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીનો ઈરાદો દારૂના લાયસન્સધારકોને અયોગ્ય ફાયદો કરાવવાનો હતો.મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021 ના ​​રોજ લાગુ કરાયેલ તેની નવી આબકારી નીતિ પાછી ખેંચીને 1 સપ્ટેમ્બર, 2022 થી જૂની એક્સાઇઝ સિસ્ટમને પુનઃસ્થાપિત કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ