બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake shock felt in Amreli district

સચેત / ગુજરાતના આ જિલ્લામાં ફરી ધરતી ધ્રુજી, 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ગામ લોકો ઘરની બહાર નીકળી ગયા

Dinesh

Last Updated: 10:29 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, બાઢડા, સૂરજવડી, ખાંભામ મિતિયાળા સહિતના ગામોમાં રાત્રિના 9:10 મિનિટે ભૂંકપનો આચંકો અનુભવાયો છે

  • અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો
  • 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો


અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સાવરકુંડલા, ખાંભા સહિતના 10 ગામોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  રાત્રિના 9:10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

રાત્રિના 9.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો
અમરેલી જિલ્લાના મિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  રાત્રિના 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. 

4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા
અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. સતત ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

બે અઠવાડિયા પહેલા તપાસ માટે પહોંચી હતી ટીમ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે. 

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ