Earthquake in afghanistan waves felt in jammu kashmir here are the details
ભૂકંપ /
અફઘાનિસ્તાનમાં ધ્રુજી ઉઠી ધરતી, 5.1 ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ, છેક કાશ્મીર સુધી અનુભવાયા આંચકા
Team VTV09:25 PM, 01 Jan 22
| Updated: 08:43 AM, 16 Feb 22
અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર પર શનિવારે સાંજે 6.45 કલાકે 5.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પાસે આંચકા અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા
5.1ની તીવ્રતાનો ભૂકંપ
આંચકાઓની અસર છેક કાશ્મીરમાં
શનિવારે વર્ષનાં પહેલા જ દિવસે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર પર અનુભવાયેલ આ આંચકાઓની અસર છેક કાશ્મીરમાં અનુભવાઈ.
5.1ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર પર શનિવારે સાંજે 6.45 કલાકે 5.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પાસે પૂંચ અને અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
લોકો ડરીને હાંફળા ફાંફળા બન્યા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વીટ કરીને આ ભૂકંપ વિશે સંપૂર્ણ વિગતો જાહેર કરી છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપ જેવી કુદરતી આપદાનો કોઈ અંદાજો આવી શકતો નથી. ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.