બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / earn rs 450 after doing One play Dilip Joshi's grief came out After years,Said Hum Aapke Hai Kaun became a hit Didnt get work

મનોરંજન / 'એક નાટકથી 450 રૂપિયા કમાતો' વર્ષો પછી છલકાયું દિલીપ જોશીનું દુઃખ, કહ્યું -'હમ આપકે હૈ કૌન' હિટ થયા પછી પણ કામ ન મળ્યું

Megha

Last Updated: 12:32 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલીપ જોશીએ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું,બ્લોકબસ્ટર બન્યા બાદ લાગ્યું કે હવે તેની પાસે કામની કમી નહીં રહે પણ આવું ન થયું. લાંબા સમયસુધી કામની ઓફર ન મળી.

  • ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
  • ફિલ્મ બ્લોકબસ્ટર થયા બાદ કામની ઓફર ન મળી 
  • ફિલ્મમાં મારો બહુ નાનો રોલ હતો. હું મોટે ભાગે બાજુ પર બેસતો

ભારતીય ટીવીના સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મુખ્ય અભિનેતા દિલીપ જોશી આજે દરેક ઘરમાં ઓળખાય છે. દિલીપ જોશીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શોમાં જેઠાલાલ ગડાના પાત્રમાં ખૂબ નામ કમાયું છે છે. પણ તમને ખબર છે કે દિલીપ જોશીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરતા પહેલા ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જણાવી દઈએ કે ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા બાદ તેને લાગ્યું કે હવે તેની પાસે કામની કમી નહીં રહે પણ આવું ન થયું. તેને લાંબા સમયથી કામની ઓફર કરવામાં આવી ન હતી.

'હમ આપકે હૈ કૌન'ની ઑફર મળી ત્યારે પૈસાની જરૂર હતી
જણાવી દઈએ કે હાલમાં જ દિલીપ જોશીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેમને 'હમ આપકે હૈ કૌન'ની ઑફર મળી ત્યારે તેમને પૈસાની જરૂર હતી. તેણે કહ્યું, “વર્ષ 1992 માં, મારી પુત્રી નિયતિનો જન્મ થયો. તે સમયે મારા બેંક ખાતામાં 25 હજાર રૂપિયા હતા, જેમાંથી 13-14 હજાર હોસ્પિટલના બિલ તરીકે ગયા હતા. તે સમયે હું એક જ નાટક કરતો હતો, જેમાંથી હું એક શોમાંથી 400-450 રૂપિયા કમાઈ લેતો હતો. તે સમયે મને 'હમ આપકે હૈ કૌન' મળી હતી. મને લાગ્યું કે મારું જીવન હવે સેટ થઈ ગયું છે. પરંતુ તે ફિલ્મ આવી અને સુપરહિટ થઈ અને તે પછી પણ મને કોઈ કામ ન મળ્યું. ઘણા વર્ષો પછી તેને શાહરૂખ સાથે '1 2 કા 4'માં કામ મળ્યું.
 
દિલીપ જોશીએ કહ્યું કે સલમાન ખાન એમના ટેલેન્ટનું સન્માન કરતો હતો. 'મૈંને પ્યાર કિયા'ના સેટ પર સલમાન જોશીને પૂછતો હતો કે શું શોટ ઠીક છે કે વધુ સારી રીતે કરી શકાયો હોત. તેણે કહ્યું, “મૈંને પ્યાર કિયા મારી પહેલી ફિલ્મ હતી, તેમાં લક્ષ્મીકાંત બર્ડે અને રીમા લાગુ હતા, મારો બહુ નાનો રોલ હતો. હું મોટે ભાગે બાજુ પર બેસતો હતો."

કોઈ કામની ઓફર આપવામાં આવી નહોતી
એક મીડિયા હાઉસને આપેલ ઈન્ટરવ્યૂ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું છે કે, ‘હું પહેલા નાટક કરતા હતા.તે સમયે ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’માં કામ કરવાની તક મળી. વર્ષ 2007માં એક નાટક ચાલી રહ્યું હતું, જે પૂરું થઈ ગયું. હું એક શો કરી રહ્યો હતો, જે અચાનક બંધ થઈ ગયો. જીવનમાં એક એવો તબક્કો પણ આવ્યો, જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું અને કામ પણ મળી રહ્યું નહોતુ.’

'કોમેડી સર્કસ' ની ઓફર મળી
દિલીપ જોશી જણાવે છે કે, ‘હું વિચારી રહ્યો હતો કે, મારે બે બાળકો છે ફેમિલી છે અને ખર્ચા પણ વધી રહ્યા છે. બાળકોની સ્કૂલની ફી ભરવાની છે. હવે શું કરું? એ તબક્કો ખૂબ જ ગંભીર હતો. આ ઉંમરે કઈ નવી લાઈનમાં જવું. મને એક્ટિંગ સિવાય કંઈ જ આવડતું નહોતું. ભગવાન કેવી પરીક્ષા લે છે અને પૈસાની ખૂબ જ જરૂર હતી. આ દરમિયાન અને કોમેડી સર્કસની ઓફર આપવામાં આવી હતી. જેમાં ખૂબ જ નિમ્ન સ્તરની મજાક થઈ હતી.’

આ કારણોસર ઓફર રિજેક્ટ
દિલીપ જોશી જણાવે છે કે, ‘કોમેડી સર્કસ વાળા સારા પૈસા આપતા હતા. મેં વિચાર્યું કે, મેં આજ સુધી આ પ્રકારનું કામ કર્યું નથી. હું પહેલેથી જ એવું વિચારું છું કે, હું કંઈક એવું કામ કરું, જે મારો પરિવાર એકસાથે બેસીને જોઈ શકે, મેં આ ઓફર માટે ના પાડી દીધી હતી. આ ઓફર રિજેક્ટ કર્યાના એક-દોઢ મહિના પછી તારક મેહતાની ઓફર મળી હતી. ભગવાને એવો ચમત્કાર કર્યો કે, આખી લાઈફ સેટ થઈ ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ