એમેઝોનમાં ડિલીવરી બોય બનીને તમે સારાં પૈસા કમાઈ શકો છો. આમાં તમારે ગ્રાહકોના પેકેજને તેમના સુધી પહોંચાડવાના હોય છે. તેમાં ગ્રાહકોના પેકેજને વેયરહાઉસથી ઉપાડીને તેના ઘર સુધી પહોંચાડવાના હોય છે. દેશભરમાં ડિલીવરી બોયની અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે.
10-15 KMની રેન્જમાં સર્વિસ
કંપની અનુસાર એક ડિલીવરી બોયને 100થી 150 પેકેટ એક દિવસમાં ડિલીવર કરવાના હોય છે. આ બધાં વેયરહાઉસથી 10થી 15 કિલોમીટરના અંતરમાં હોય છે. તેથી આ કામ 4-5 કલાકમાં સરળતાથી પૂરું થઈ જાય છે અને બાકી તમારી કામ કરવાની રીત પર નિર્ભર કરે છે. ખાસ વાત છે કે આ પ્રોડક્ટ્સની ડિલીવરી સવારે 7થી રાત્રે 8 સુધી થાય છે. એવામાં તમે તમારી પસંદગીનો ટાઇમ સ્લોટ નક્કી કરી શકો છો.
કઈ રીતે કરશો અરજી?
જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તો આ લિંક https://logistics.amazon.in/applynow પર ક્લિક કરી એપ્લાય કરી શકો છો.
શું છે જરૂરી
ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. જો તમે સ્કૂલ કે કોલેજ પાસ છો તો પાસિંગ સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે. ડિલીવરી કરવા માટે તમારી પાસે બાઇક કે સ્કૂટર હોવું જોઈએ. બાઇક કે સ્કૂલરનો વીમો, આરસી બુક હોવી જોઈએ. સાથે અરજી કરનાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.
કેટલી સેલરી મળશે
ડિલીવરી બોયને દર મહિને નિયમિત પગાર મળે છે. એમેઝોનમાં ડિલીવરી બોયને 12-15 હજારનો ફિક્સ પગાર મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. પરંતુ જો તમે પ્રોડક્ટની ડિલીવરી પ્રમાણે પોતાનો પગાર લો તો એક પેકેજને ડિલીવર કરવા પર 10થી 15 રૂપિયા મળે છે. ડિલીવરી સર્વિસ આપનાર કંપની પ્રમાણે જો કોઈ એક મહિનો કામ કરે છે અને દરરોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો મહિને 55000-60000 હજારની કમાણી કરી શકે છે.