બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Budget / earn money 2 lakh per month from sahjan farming invest in just rupees 10k

તમારા કામનું / બેરોજગાર હોવ તો ખાસ વાંચો, આ વસ્તુ તમને દર મહિને 2 લાખની કમાણી કરાવશે, સરકાર પણ કરશે મદદ

Noor

Last Updated: 10:42 AM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે. આ કામ કરીને તમે દર મહિને 2 લાખ કમાઈ શકો છો. ચાલો જાણીએ.

જો તમે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે. આ કામ કરીને તમે દર મહિને 2 લાખ કમાઈ શકો છો. ચાલો જાણીએ.

  • સારી આવક માટે શરૂ કરો આ બિઝનેસ
  • દર મહિને 2 લાખ કમાણી થશે
  • આ વસ્તુની ખેતી કરીને કમાવો રૂપિયા

આજના સમયમાં લોકો નોકરી છોડી ખેતી તરફ વળી રહ્યાં છે, કારણ કે લોકો પોતાના આરોગ્યને લઈ વધારે સજાગ થઈ ગયા છે. અત્યારે અમુક પાકોને ઉગાડીને સારી આવક મેળવી શકાય છે. આજકાલ સહજનની ખેતી એટલે કે સરગવા પર લોકોનું ફોકસ ઝડપથી વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં અનેક લાભકારી ગુણ રહેલાં છે અને સાથે જ તેની ખેતી સરળતાથી કરી શકાય છે. 

શરૂ કરો ખેતી 

તમને જણાવી દઈએ કે ભારતના મોટાભાગના રાજ્યોમાં સરગવાની ખેતી થાય છે. તેમાં ઘણાં પ્રકારના મલ્ટી વિટામિન, પ્રોટીન, એમિનો એસિડ્સ રહેલાં છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં હેલ્થ સપ્લીમેન્ટ્સની માંગમાં વધારો થયો છે. ઘણાં સ્ટાર્ટઅપ સહજન પર પ્રોસેસિંગ કરીને નવા હેલ્ધી ઉત્પાદનો બનાવી રહ્યાં છે. 

આ રીતે ખેતી શરૂ કરો

તમારે આ માટે જમીનના મોટા ટુકડાની જરૂર નથી. તેની ખેતીના 10 મહિના પછી, ખેડૂતો એક એકરમાં એક લાખ રૂપિયા કમાઈ શકે છે. ડ્રમસ્ટિક એક ઔષધીય છોડ છે. ઓછા ખર્ચે બનેલા આ પાકની ખાસિયત એ છે કે તેને એક વખત તેની વાવણી કર્યા પછી ચાર વર્ષ સુધી વાવવું પડતું નથી.

સરગવાની ખેતી ખૂબ જ સરળ છે અને જો તમે તેની ખેતી મોટા પાયે ન કરવા માંગતા હો, તો તમે તમારા સામાન્ય પાક સાથે પણ તેની ખેતી કરી શકો છો. ગરમ વિસ્તારોમાં તેની ખેતી સરળતાથી થાય છે. તેને વધારે પાણીની પણ જરૂર નથી. ઠંડા વિસ્તારોમાં તેની ખેતી બહુ નફાકારક નથી હોતી, કારણ કે તેના ફૂલ ખીલવા માટે 25થી 30 ડિગ્રી તાપમાન જરૂરી છે.

તે સૂકી રેતાળ અથવા ચિકણી જમીનમાં સારી રીતે ઉગે છે. પ્રથમ વર્ષ પછી વર્ષમાં બે વાર ઉત્પાદન થાય છે અને સામાન્ય રીતે એક વૃક્ષ 10 વર્ષ સુધી સારી ઉપજ આપે છે. તેની મુખ્ય જાત કોઇમ્બતુર 2, રોહિત 1, પીકેએમ 1 અને પીકેએમ 2 છે. ડ્રમસ્ટિકનો લગભગ દરેક ભાગ ખાવા લાયક છે. તમે તેના પાનને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. ડ્રમસ્ટિકના પાંદડા, ફૂલો અને ફળો બધું ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં ઔષધીય ગુણો પણ છે. તેના બીજમાંથી તેલ પણ નીકળે છે. એવો દાવો કરવામાં આવે છે કે ડ્રમસ્ટિકના ઉપયોગથી 300થી વધુ રોગોથી બચી શકાય છે. ડ્રમસ્ટિકમાં 92 વિટામિન્સ, 46 એન્ટીઓક્સિડન્ટ્સ, 36 પેઇન કિલર્સ અને 18 પ્રકારના એમિનો એસિડ હોય છે.

કેટલી કમાણી થશે


એક એકરમાં આશરે 1,200 છોડ વાવી શકાય છે. એક એકરમાં ડ્રમસ્ટિક પ્લાન્ટ રોપવાનો ખર્ચ આશરે 50થી 60 હજાર રૂપિયા થશે. જો તમે આને શરૂ કરવા માટે એક સમયે 10-15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમે દર મહિને 2થી 3 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ