બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / During the Holi festival accidents were reported at different places in the state

અરેરાટી / હોળીના તહેવારમાં માતમ: ગુજરાતમાં 6 અકસ્માતના બનાવોમાં 5ના મોત, જુઓ ક્યાં ક્યાં બની ગોઝારી ઘટનાઓ

Kishor

Last Updated: 05:26 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી પર્વ વચ્ચે રાજ્યમાં જુદાજુદા સ્થળોએ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 5 લોકોના મોત નિપજતા હોળી પર્વ વચ્ચે પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

  • પાટણના પીપરાળા નજીક અકસ્માતમાં બે ના મોત
  • દ્વારકા-પોરબંદર હાઈવે કાર રોડ નીચે ખાબકી
  • ગુજરાત સરકાર લેખેલી સરકારી કાર અને બાઈક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

રાજ્યમાં દિવસેને દિવસે અલગ અલગ જગ્યાએ ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. પાટણના સાંતલપુરના પીપરાળા નેશનલ હાઈવે પર અકસ્માત બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ડ્રાઇવર અને કંડક્ટરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ક્રેન વડે બે ટ્રકને અલગ કરવામાં આવી હતી. તો ગીર સોમનાથ ભાવનગર હાઈવે પર ગુજરાત સરકાર લેખેલી સરકારી કાર અને બાઈક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એજ રીતે દ્વારકા-પોરબંદર હાઈવે પર કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ખાબકી હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

ક્રેનની મદદથી બંને ટ્રકને અલગ કરવામાં આવ્યા
પાટણના સાંતલપુરના પીપરાળા નેશનલ હાઈવે પર આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત બે લોકોના મોત નિપજયા હોવાનું સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. આ અંગે જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. જ્યા ક્રેનની મદદથી બંને ટ્રકને અલગ કરવાની નોબત આવી હતી. જે મામલે સાંતલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.


ગીર સોમનાથ-ભાવનગર હાઇવે પર અકસ્માત
અકસ્માતની વધુ એક ઘટના ગીર સોમનાથ ભાવનગર હાઈવે પર સામે આવી છે.  જેમાં કોડીનારના ડોળાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો.ગુજરાત સરકાર લેખેલી સરકારી કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું જ્યારે બાઇકમાં સવાર અન્ય યુવતીને ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 


દ્વારકા-પોરબંદર હાઈવે અકસ્માતમાં બે ના મોત

અકસ્માતની વધુ એક રુહકંપ ઘટના દ્વારકા-પોરબંદર હાઈવે પર સામે આવી હતી. જેમાં કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ખાબકી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકો કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. તો અન્ય એકને ગંભીર ઈજા જ્યારે વધુ એકને સામાન્ય ઇજા પહોંચી હતી. જેને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલીક સારવાર માટે દ્વારકા હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યા હતા. મહત્વનું છે કે દ્વારકાથી દર્શન કરી પરિવાર રાજકોટ ઘરે પરત ફરી રહ્યો હતો. આ વેળાએ અકસ્માત નડ્યો હતો. જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.

ડીસાના રાણપુર પાસે અકસ્માત 

તો ડીસાના રાણપુર પાસે પણ અકસ્માત જીપડાલું અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મજૂરોને બચાવવા જતા જીપ ખેતરમાં ઘુસી ગઇ હતી. અચાનક ટ્રેકટર સામેથી આવતા જીપના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેમાં જીપડાલામાં બેઠેલા 10 જેટલા મજૂરોને ગંભીર ઇજા થવા પામી હતી. આથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે મજૂરો બટાટાના તોલમાં જઈ રહ્યા હતા.આ દરમિયાન અકસ્માત નડ્યો હતો.

વિક્ટોરિયા પુલ પર સર્જાયો અકસ્માત

જામનગર શહેરમા પણ અકસ્માતની ઘટના બની હતી. વિક્ટોરિયા પુલ પર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડિવાઈડર તોડી કાર રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી. જે અકસ્માતમાં ડ્રાયવરને સામાન્ય ઇજા પહોંચી હતી. બીજી તરફ અકસ્માતને પગલે પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ઈલોર હાઈવે પર ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત
સાબરકાંઠાના હિંમતનગર-ઈલોર રોડ પર પણ  અકસ્માત થયો હતો. ઈલોર હાઈવે પર ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈકમાં સવાર બે લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. બાઈક સવાર દંપતીને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ