પર્દાફાશ / સુરતમાં કોરોનાની સારવારમાં વપરાતા નકલી ઈન્જેક્શનના કૌભાંડનું મૂળ અમદાવાદમાં નીકળ્યું

Duplicate toxilizumeb Injection scam corona treatment Surat ahmedabad

સુરતમાં કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેકશનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતમાંથી ટોસિલિઝૂમેબના બનાવટી ઇન્જેક્શન ઝડપાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના સોહેલ ઈસ્માઈલ નામના શખ્સના ઘરેથી ઈન્જેક્શન તેમજ ઈન્જેક્શન બનાવવાનું મીની મશીન પણ ઝડપાયું છે. આ પહેલાં અમદાવાદની સંજીવની હોસ્પિટલમાંથી બનાવટી ઇન્જેક્શન મળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ