બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Due to Corona's record-breaking cases The state health minister immediately called a meeting

નિર્ણય / અમદાવાદમાં કોરોના રેકોર્ડબ્રેક કેસો સામે આવતાં તંત્ર એક્શનમાં, રાજ્યના આરોગ્યમંત્રીએ તાબડતોબ બોલાવી બેઠક

ParthB

Last Updated: 11:31 AM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્પીડમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે.

  • અમદાવાદમાં કોરોના બેકાબૂ થતા તંત્ર એક્શનમાં
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાબડતોબ કરશે બેઠક
  • બેઠકમાં ટાસ્ક ફોર્સના તબીબો, AMC કમિશનર ઉપસ્થિત રહેશે

 

અમદાવાદમાં કોરોનાને લઈને સ્થિતી કથળતાં તંત્ર એક્શન મોડ પર 

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્પીડમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે.મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાવાની સાથે ત્રણ કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા. આમ શહેરમાં કોરોનાની સ્થિતી કથળતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે. જેમાં ટાસ્કફોર્સના તબીબો, AMC કમિશ્નર, કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી અમદાવાદમાં વધતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં રેકોર્ડબ્રેક એટલે કે, 5998 કેસો નોધાયા હતાં 

અમદાવાદમાં પોઝિટિવીટી રેશિયો 30 ટકા કરતા વધુ

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટ માટે RTPCR અને રેપીડ એન્ટિજન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવતા RTPCR આર.ટેસ્ટમાં પોઝિટિવીટી રેટ 30 ટકા સુધી અને રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 10 ટકા સુધી પહોંચ્યો છે. આ કારણથી મંગળવારે શહેરમાં કોરોનાના 5998 નવા કેસ નોંધાયા હતાં. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના અંગે RTPCR ઉપરાંત રેપીડ એન્ટિજન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવતા શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે પોઝિટિવિટી રેટમાં પણ વધારો થયો હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ