બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Drinking warm jaggery will increase immunity and reduce joint pain

Health Tips / ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે ઘરમાં રહેલી આ વસ્તુ, તેનો ઉપયોગ અનેક બિમારીનો ઇલાજ

Arohi

Last Updated: 07:29 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોળનું હુંફાળું પીવાથી ઇમ્યુનિટી વધશે અને સાંધાનો દુખાવો ઘટશે

  • શિયાળામાં ભોજનમાં લો દેશી ગોળ 
  • સવારે પીવો ગોળનું હુફાળું પાણી 
  • શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે ગોળ 

આ શિયાળાની સિઝનમાં ફિટ રહેવા માટે તમે તમારા ભોજનમાં દેશી ગોળ ઉમેરી લો. અને દરરોજ સવારે ગોળનું હુંફાળું પાણી પીવાની ટેવ પાડી લો. ગોળનું પાણી પીવાનાં ઘણાં સ્વાસ્થ્ય વર્ધક ફાયદા છે. ગોળ શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે બોડીને તુરંત જ રિચાર્જ કરી દે છે. થાક દૂર કરે છે. ઇમ્યુનિટી વધારે છે. અને સાંધાના દુખાવા પણ દૂર કરે છે.

ગોળ મેગ્નિશિયમ, વિટામિન બી વન, બી સિક્સ, સીનો એક સારો સ્ત્રોત છે. ગોળ ઝિન્ક, સેલેનિયમ જેવા એન્ટીઓક્સિડેન્ટ અને મિનરલથી ભરપૂર હોય છે. તમે સવારે અથવા ઊંઘતાં પહેલાં ગરમ પાણીની સાથે ગોળનું સેવન કરી શકો છો. જે તમારી ઈમ્યુનિટી વધારવા અને મેટાબોલિઝમ દરને ઝડપી કરવામાં મદદ કરશે.

સાંધાનો દુ:ખાવો દૂર કરશે
ગોળ હાડકાંઓને મજબૂત બનાવવા, સાંધાના દુ:ખાવાને દૂર કરવા, હાડકાંના રોગો જેવા કે સંધિવાને મટાડવા અને શરીરને શાંત કરવા માટે ઓળખાય છે. આ સાથે ઉચ્ચ પોટેશિયમ અને સોડિયમ સામગ્રીને કારણે, ગરમ પાણીની સાથે ગોળનું સેવન શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

બોડી ક્લિન્ઝર
ગોળમાં એવા ગુણ હોય છે, જે શરીરને સાફ કરવામાં મદદ કરે છે. ગોળ શરીરને ડિટોક્સિફાઈ કરે છે. લોહીને શુદ્ધ રાખે છે અને લિવરને સાફ કરે છે. જો તમે નિયમિત રીતે મર્યાદિત માત્રામાં ગરમ પાણીની સાથે ગોળનું સેવન કરો છો તો તમારી સ્કિન સારી રીતે નિખરશે. શરીર સ્વસ્થ રહેશે તેમજ રોગમુક્ત થશે. કારણકે શરીરમાંથી હાનિકારક ટોક્સિન બહાર નિકળી જશે.

વજન ઘટાડશે
તમે ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો. જે તમારું વજન ઘટાડશે. ગોળના અનેક ફાયદામાંથી એક છે કે તે પોટેશિયમથી ભરપૂર હોવાના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. આ સાથે ગોળ તમારા બોડીના મસલ્સને પોષણ પૂરું પાડે છે.

એનીમિયાની સારવાર કરે છે
જો તમારું હિમોગ્લોબીન ઓછું છે, તો પ્રાચીન કાળથી જ ગોળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગોળ આયર્ન અને ફોલેટથી સમૃદ્ધ છે. ગર્ભવતી મહિલા હોય કે પછી એનીમિક વ્યક્તિ. ગરમ પાણીની સાથે ગોળનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ