Draft bill of population control law prepared in UP
ઉત્તરપ્રદેશ /
એક સંતાન પર ગ્રીન કાર્ડ અને બે પર ગોલ્ડન કાર્ડ, જાણો યુપીમાં વસ્તી નિયંત્રણ કાયદો કેવો રહેશે
Team VTV05:15 PM, 17 Aug 21
| Updated: 05:15 PM, 17 Aug 21
ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદાનું ડ્રાફ્ટ બીલ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેમા એક સંતાન રાખનાર દંપત્તિને ગ્રીન કાર્ડ અને બે સંતાન પર ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે.
યુપીમાં વસ્તી નિયંત્રણ કાયદાનું ડ્રાફ્ટ બીલ તૈયાર
એક સંતાન રાખવા પર મળશે ગ્રીન કાર્ડ
બે સંતાન રાખવા પર સરકાર દ્વારા મળશે ગોલ્ડન કાર્ડ
ઉત્તરપ્રદેશ લો કમીશને વસ્તી નિયંત્રણ બિલનો ફાયનલ ડ્રાફ્ટ સીએમ યોગી આદિત્યનાથને સોપ્યો. આયોગના અધ્યક્ષ જસ્ટિસ એએન મિત્તલે કહ્યું કે ડ્રાફ્ટ બીલમાં સામાન્ય લોકોના સૂચનો પણ ઉમેરવામાં આવ્યા છે.
8,500 પૈકી 8.200 સૂચનો બીલમાં શામેલ
મીડિયા સાથે વાતચીત કરતા રિટાયર્ડ જજ એએમ મિત્તલે જણાવ્યું કે કાયદો તકેવો રહેશે તેને લઈને 8500 કરતા પણ વધારે સૂચનો મળ્યા હતા. જે પૈકી 8200 જેટલા સૂચનોને બીલમાં શામેલ કરવામાં આવ્યા છે. ગત મહિને વેબસાઈટ પર ડ્રાફ્ટ બીલ અપલોડ કરવામાં આવ્યું હતું. જે મુદ્દે લોકો પાસેથી સૂચનો માગવામાં આવ્યા હતા.
ટ્રાન્સજેન્ડર સંતાનમાં કાયદો લાગૂ નહી પડે
વધુમાં તેમણે કહ્યું કે જે લોકોને એકજ સંતાન રહેશે તે લોકોને પ્રોત્સાહિત કરવાામાં આવશે જ્યારે જે લોકોને બે થી વધારે સંતાન હસે તે લોકોને ઘણી બધી સુવિધાઓથી વંચીત રાખવામાં આવશે. જે લોકોને જુડવા સંતાન થશે તે સિવાય દિવ્યાંગ કે પછી ટ્રાન્સજેંડર સંતાન થાય તે લોકોએ ટૂ-ચાઈલ્ડ નોર્મ્સનું ઉલ્લંઘન કર્યું તેવું માનવામાં નહી આવે.
જુડવા સંતાન થાય તો પણ કાયદો લાગૂ નહી પડે
જે લોકોને સંતાન ટ્રાન્સજેંડર જન્મે છે. અથવા તો જે લોકોનું જુડવા સંતાન થાય છે. તેમને ત્રીજા સંતાન માટે અનુમતી આપવામાં આવશે. જે દંપત્તિના બે સંતાન હશે તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવશે. સાથેદ જે દંપત્તિનું એક સંતાન હશે તેને ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે.
નસબંધી કરાવનારને સરકાર દ્વારા ખાસ સુવિધા
કાર્ડને અનુરુપ સરકાર દ્વારા તેમને લાભ આપવામાં આવશે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને જો એક સંતાન થશે અને ત્યારબાદ તેમની મરજીથી તેઓ નસબંધી કરાવશે તો તે લોકોને સરકાર દ્વારા વધારે સુવિધા આપવામાં આવશે.
વોટિંગનો અધિકાર આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે એક સૂચન એવું મળ્યું હતું કે જે લોકો પાસે બે કરતા વધારે બાળકો છે. તેમને વોટિંગ કરવા દેવામાં નહી આવે. પરંતુ સરકાર દ્વારા આ સૂચન સ્વીકારવામાં નથી આવ્યું. આ મામલે જસ્ટિસ મિત્તલે કહ્યું કે વોટિંગનો અધિકાર સંવિધાનિક અને મોલિક અધિકાર છે. માટે રાજ્ય સરકાર પણ તેને લઈને કોઈ પણ કાનૂન ન બનાવી શકે.