બીસીસીઆઈએ જણાવ્યું કે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને માત્ર પહેલા વનડેથી જ નહીં પરંતુ આખી સીરિઝમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે.
કેએલ રાહુલ વિકેટકીપિંગ કરવા જઈ રહ્યા છે
આ સીરિઝ માટે ઋષભ પંત ભારતની પ્લેઈંગ ઈલેવનથી બહાર
પંતને ફિટનેસના કારણે બહાર કરવામાં આવ્યો
ભારતીય ટીમ રવિવારથી ઢાકામાં બાંગ્લાદેશ સામે વનડે સીરિઝની શરૂઆત કરી રહી છે. પહેલી વનડેમાં ટોસ બાંગ્લાદેશના નામે થયો હતો. આ પછી જ્યારે રોહિત શર્મા પાસેથી ટીમના સમાચાર પૂછવામાં આવ્યા તો ચાહકોને જાણીને આશ્ચર્ય થયું કે કેએલ રાહુલ વિકેટકીપિંગ કરવા જઈ રહ્યા છે. ટીમનો નિયમિત વિકેટકીપર ઋષભ પંત લાંબા સમયથી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, પહેલા એવું લાગતું હતું કે પંતને ટીમમાંથી જ બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે, બીસીસીઆઈએ પંતને બાકાત રાખવાનું કારણ જણાવ્યું છે.
બીસીસીઆઈએ જણાવ્યું કે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને માત્ર પહેલા વનડેથી જ નહીં પરંતુ આખી સીરિઝમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે. હવે તે ટેસ્ટ સીરિઝ દરમિયાન ફરી ટીમ સાથે જોડાશે. ત્રણ વનડે મેચોની સીરિઝ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમાશે, જે 14 ડિસેમ્બરથી શરૂ થશે.
પંતને ફિટનેસના કારણે બહાર કરવામાં આવ્યો
બીસીસીઆઈએ પોતાના અપડેટમાં જણાવ્યું કે મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ ઋષભ પંતને વનડે સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. હાલ તેના રિપ્લેસમેન્ટ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ સાથે જ ઓલરાઉન્ડર અક્ષર પટેલનું નામ પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી. અક્ષર પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. તેનું કારણ જણાવવામાં આવ્યું નથી. તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રમત દેખાડનાર ફાસ્ટ બોલર કુલદીપ સેનને ભારતે ડેબ્યૂની તક આપી છે. વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.
🚨 UPDATE
In consultation with the BCCI Medical Team, Rishabh Pant has been released from the ODI squad. He will join the team ahead of the Test series. No replacement has been sought
Axar Patel was not available for selection for the first ODI.#TeamIndia | #BANvIND