Donate 12 things on Makar Sankranti happiness and wealth will increase
Makar Sankranti 2023 /
મકરસંક્રાંતિ પર અચૂકથી જો કરશો આ 12 વસ્તુઓનું દાન, ક્યારેય નહીં થાય ધનની અછત, મળશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
Team VTV08:15 AM, 13 Jan 23
| Updated: 08:19 AM, 13 Jan 23
મકરસંક્રાંતિ પર તલ, ગોળ, કઠોળ, ખીચડી વગેરેનું દાન કરવાથી પુષ્ણ મળે છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે અને અટકેલા કામ પૂરા થાય છે.
મકરસંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ થાય છે પૂર્ણ
આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી મળે છે વિશેષ ફળ
જાણો મકરસંક્રાંતિ પર કઈ કઈ વસ્તુઓનું કરવું જોઈએ દાન
હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય ધન રાશિમાંથી ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. દાન પુષ્ણની દ્રષ્ટિએ મકરસંક્રાંતિનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજા પાઠ, દાન કરવાથી પુણ્ય મળે છે. મકરસંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી છે.
ખીચડીનું દાન
મકરસંક્રાંતિના દિવસે ચોખા અને કાળી અડદની દાળની ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.
તલનું દાન
મકરસંક્રાંતિ પર કાળા તલથી બનેલી વસ્તુ દાન કરવાથી સૂર્યદેવ, ભગવાન વિષ્ણુજી અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે. મકરસંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળા તલના દાનથી દુર્ભાગ્ય દૂર થાય છે.
ગોળનું દાન
મકરસંક્રાંતિ પર ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ. ગોળનું દાન કરવાથી ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહોની કૃપા વરસે છે.
મીઠાનું દાન
શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, તેથી આ દિવસે મીઠાનું દાન કરવું જોઈએ.
ઊની વસ્ત્રોનું દાન
જાતકની કુંડલીમાંથી શનિ અને રાહુના દોષ દૂર કરવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદને ઊની કપડાનું દાન કરવું જોઈએ.
દેશી ઘીમાંથી બનેલી વાનગીઓનું દાન
ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે માનવામાં આવે છે, તેથી મકરસંક્રાંતિના દિવસે તમારું ભાગ્ય ચમકાવવા માટે દેશી દેશી ઘીથી બનેલી વાનગીઓનું દાન કરવું જોઈએ.
તેલનું દાન
મકરસંક્રાંતિના દિવસે શનિદેવના મંદિરમાં તેલ અર્પણ કરવું ખૂબ જ શુભ હોય છે. જેના કારણે શનિદેવની કૃપા બની રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
કાળી વસ્તુઓનું દાન
મકરસંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી તમામ પ્રકારના શનિદોષ અને રાહુ દોષ દૂર થાય છે. નવા કાળા કપડા, કાળા ધાબળા વગેરેનું દાન કરી શકો છો.
મગફળી અને રેવડીનું દાન
મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ ગરીબોને રેવડી અને મગફળીનું દાન કરવું જોઈએ.
પશુઓને ચારો ખવડાવો
મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાનું વિશેષ મહત્વ છે. જેના કારણે ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે.
દીપદાનનું મહત્વ
મકરસંક્રાંતિ પર દીપદાન ઘણું મહત્વ ધરાવે છે. આ દિવસે મંદિર અથવા પવિત્ર નદીમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ, તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ચોખાનું દાન
મકરસંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ચોખાનું દાન અક્ષય દાન છે. જેટલું દાન કરો છો, તેનાથી સૌ ગણું પ્રાપ્ત થાય છે.