હિંદૂ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. આવી સ્થિતિમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ખાસ પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
ભગવાન વિષ્ણુને સમર્પિત છે ગુરૂવાર
ગુરૂવારે કરી લો આ નાનકડો ઉપાય
પ્રાપ્ત થશે બૃહસ્પતિ અને વિષ્ણુની કૃપા
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ કષ્ટ દૂર કરે છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનું ખાસ વિધાન છે.
આ દિવસે સાચા મન અને પૂર્ણ ભક્તિથી પૂજા કરવાથી વ્યક્તિના જીવનના તમામ દુ:ખનો નાશ થાય છે. આ દિવસે પૂજા કર્યા પછી માત્ર ભગવાનની આરતી અને મંત્રનો જાપ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
મંત્રોના જાપથી ઝડપથી પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુ
જ્યોતિષમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે મંત્રોના જાપથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આંતરિક શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે મંત્રોના જાપ વિશેષ ફળદાયી હોવાનું કહેવાય છે. આવો જાણીએ ગુરુવારે ભગવાન વિષ્ણુના કયા ચમત્કારી મંત્રોનો જાપ કરવામાં આવે છે.
ગુરૂવારના દિવસે કરી લો આ મંત્રોનો જાપ
શ્રી વિષ્ણુ મૂળ મંત્ર
ॐ नमोः नारायणाय॥
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુના મૂળ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આ મંત્રનો 21 વાર જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શ્રી વિષ્ણુ ભગવતે વાસુદેવાય મંત્ર
ॐ नमोः भगवते वासुदेवाय
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુના આ મંત્રનો ઓછામાં ઓછો 51 વાર જાપ કરવાથી લાભ થાય છે.
શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્ર
ॐ श्री विष्णवे च विद्महे वासुदेवाय धीमहि
तन्नो विष्णुः प्रचोदयात्
શાસ્ત્રો અનુસાર શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછો 101 વખત જાપ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.
મંગળ શ્રી વિષ્ણુ મંત્ર
मङ्गलम् भगवान विष्णुः, मङ्गलम् गरुणध्वजः
मङ्गलम् पुण्डरी काक्षः, मङ्गलाय तनो हरिः
આ મંત્રનો 12 વાર જાપ કરવાથી લાભ થાય છે. કહેવાય છે કે આ શ્રી હરિ ભગવાન વિષ્ણુનો મૂળ મંત્ર છે.