બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Do this according to the zodiac sign on Yogini Ekadashi. Donation of this thing will be happiness and prosperity in life

ધર્મ / યોગિની એકાદશી પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુનું દાન, જીવનમાં બની રહેશે સુખ-સમૃધ્ધિ

Megha

Last Updated: 12:33 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ખુશ કરવાનો અનેરો મોકો મળે છે. અષાઢ મહિનાની આ આવનાર એકાદશીને યોગિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે.

  • એકાદશીનો વ્રત દર મહિનાના બંને શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવે
  • અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસને યોગિની એકાદશી કહેવામાં આવે
  • યોગિની એકાદશીના દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે

ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશીનો વ્રત દર મહિનાના બંને શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવે છે. એટલે કે દર મહિનામાં બે વખતની આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ખુશ કરવાનો અનેરો મોકો મળે છે. અષાઢ મહિનાની આ આવનાર એકાદશીને યોગિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ મહિનાની એકાદશી 24 જૂન એટલે કે કાલે આવી રહી છે. 

દર મહિને બંને પક્ષોમાં આવનાર અગિયારસની તિથી પર આ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે એવું કહેવામાં આવે છે. એ દિવસે પૂરા વિધિવિધાન સાથે જો શ્રી હરિની પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં તો ભગવાન વિષ્ણુ જરૂરથી પ્રસન્ન થાય છે અને એમની કૃપા દ્રષ્ટિ ભક્તો પર બની રહે છે. દરેક મહિનામાં આવનાર એકાદશીનું પોતાનું જ અલગ અલગ મહત્વ હોય છે. અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસને યોગિની એકાદશી કહેવામાં આવે છે. 
માન્યતાની અનુસાર આઆ દિવસે ફક્ત વ્રત રાખવાથી જ હજારો બ્રાહ્મણને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે. સાથે જ આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. યોગિની એકાદશીના દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે છે. 

મેષ રાશિ - યોગિની એકાદશીના દિવસે તાંબાના વાસણ, ઘઉં અને ગોળનું દાન કરો. 

વૃષભ રાશિ- આ રાશિના જાતકોએ ચોખા, ખાંડ અને કપડાંનું દાન કરવું જોઈએ. 

મિથુન રાશિ - જરૂરિયાત મંદોને વસ્ત્રનું દાન કરો અને સાથે જ એમને પાલક પણ ખવડાવો. 

કર્ક રાશિ- આઆ રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરમાં તાંબાના વાસણમાં લાડવા ભરીનેને ત્યાં જ દાન કરવા જોઈએ, આ સિવાય પુસ્તકોનું દાન પણ ઘણું લાભદાયી સાબિત થશે. 

સિંહ રાશી- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોએ ગરીબોમાં ઘઉં,ગોળ અને અનાજનું દાન કરવું જોઈએ. 

કન્યા રાશિ- સ્ટીલના વાસણો અને ગરીબોને કપડાનું દાન કરવાથી ઘણું પુણ્ય મળશે. 

તુલા રાશિ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આઆ દિવસે ચોખા અને જળનું દાન કરવું ઘણું શુભ માનવામાં આવે છે. 

વૃશ્ચિક રાશી - આ રાશિના લોકોએ અનાજનું દાન કરી ને મંગળ બીજ મંત્રનો જપ કરવો જોઈએ. 

ધનુ રાશી- આ એકાદશીના દિવસે આ રાશિના જાતકોએ હોસ્પીટલમાં જઈને દર્દીઓને ફળોનું દાન કરવું જોઈએ. 

મકર રાશી- આ રાશિના જાતકોએ ચોખા, ખાંડ અને તલનું દાન કરવું જોઈએ . 

કુંભ રાશી- એકાદશીના દિવસે આ લોકોએ શનિદેવને તેલ ચઢાવીને દરીબોને ભોજન કરાવવું જોઈએ. 

મીન રાશી - આ રાશિના લોકોએ ગરીબોમાં ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ અને સાથે જ ધાર્મિક પુસ્તકોનું પણ દાન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ