બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / do not ignore sudden weight loss these will be sign of cancer and diabetes

હેલ્થ / સાવધાન! અચાનક વજન ઘટવા લાગે તો સમજવું કે હોઈ શકે છે આ મોટી બિમારી

MayurN

Last Updated: 07:30 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું વજન કઈ પણ કસરત કે મહેનત વગર ઘટી રહ્યું છે તો તમારે ખુશ થવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવાની જરૂર છે.

  • જો અચાનક તમારું વજન ઘટી રહ્યું છે તો સાવચેત રહેજો 
  • વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે 
  • એક સ્તર પછી સુગર વધે ત્યારે વજન ઘવાનું ચાલુ થઇ જાય છે

વજન ઘટવું સામાન્ય લક્ષણ નથી 
આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના વધતા વજનથી પરેશાન રહે છે, તેથી તેઓ વજન ઘટાડવા માટે કંઇક ને કંઇક કરતા રહે છે. પરંતુ જો તમારે કશું પણ કર્યા વિના તમારું વજન ઘટવાનું શરુ થઇ ગયું છે, તો તમે ખુશ થઈ જશો. પરંતુ જ્યારે આવું થાય છે, ત્યારે તમારે ખુશ થવાની જરૂર નથી, પરંતુ સજાગ રહેવાની જરૂર છે. કારણ કઈ કર્યા વગર સતત વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. તો તમારે વજન ઘટાડા પર ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે વજન ઘટાડા પાછળનું કારણ શું હોઈ શકે? જેની નોંધ કરવાનું તમારે ભૂલવું ન જોઈએ. આવો જાણીએ.

અચાનક વજન ઘટવા પાછળ હોઈ શકે છે આ કારણો
ડાયાબીટીસ

ડાયાબિટીસની સમસ્યા હોય તો પણ વજન ઓછું થતું હોય છે. જ્યારે શરીરમાં શુગર લેવલ જરૂર કરતા વધારે વધવા લાગે છે ત્યારે તેની અસર વજન પર પડે છે. આવામાં પહેલા વ્યક્તિનું વજન વધી જાય છે અને તે જાડા થઇ જાય છે, પછી તેની અસર વજન પર પડે છે. આ પછી, જ્યારે એક સ્તર પછી સુગર વધે છે, ત્યારે વજન ફરીથી ઘટવાનું શરૂ થાય છે, આનું કારણ એ છે કે સુગર ફક્ત લોહીમાં જ રહે છે અને તે કોષો સુધી પહોંચતી નથી. તે તમને નબળા બનાવે છે અને તમે પાતળા થતા જાઓ છો.

કેન્સર
આજના સમયમાં કેન્સર અસાધ્ય રોગ નથી, તેના લક્ષણોની ઓળખ સમયસર થાય તે જ જરૂરી છે. આમાંનું એક લક્ષણ વજન ઓછું થવું છે. જ્યારે વ્યક્તિને કેન્સર થાય છે, ત્યારે તેનું વજન ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે શરીર કેન્સર સાથે સંઘર્ષ કરતું હોય છે, ત્યારે શરીરના પોષક તત્વો ચેપ સામે લડવાનું શરૂ કરે છે અને તમારું વજન ઓછું થવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ