દિવાળીનો તહેવાર આવે એટલે મિત્રોને અને સંબંધીઓને ગિફ્ટ આપવાની પરંપરા છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓને ભેટ તરીકે ન આપવાનું સુચવ્યું છે.
દિવાળીના અવસરે ગિફ્ટ પસંદગીમાં રાખો ધ્યાન
શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપવી કે લેવી અશુભ છે
કેટલીક વસ્તુઓ જીવનમાં નકારાત્મક પ્રભાવ લાવે છે
કેટલીક વાર આપણે હરખમાં આવીને કોઇ પણ વસ્તું ભેટમાં આપી દઇએ છીએ પરંતુ તેવું ન કરવું જોઇએ. હંમેશા કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખીને જ કોઇને ગિફ્ટ આપવી જોઇએ નહીંતર ભારે નુકસાન પણ થઇ જાય છે.
દિવાળી રોશનીનો પવિત્ર તહેવાર છે. દર વર્ષે આ ઉત્સવ કાર્તિક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તે સુખ અને સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે. દિવાળીમાં લોકો એકબીજાને મીઠાઇ તેમજ અન્ય ભેટો આપે છે. પરંતુ ઘણી વખત લોકો આકસ્મિક રીતે એકબીજાને આવી ભેટો આપે છે જેનો બંને પર નકારાત્મક પ્રભાવ પડે છે. શાસ્ત્રોમાં કેટલીક ભેટો વર્જિત અને અશુભ માનવામાં આવે છે.
જાણો કઈ વસ્તુઓ ગિફ્ટમાં આપવાનું ટાળવું યોગ્ય છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતાનો ઉપદેશ આપતો હતો તેવું ચિત્ર કોઈને ભેટ તરીકે આપવું જોઈએ નહીં અને તેને ઘરની દિવાલ પર પણ ન મૂકવું જોઈએ.
દિવાળી દરમિયાન લોકો એકમેકને દેવ-દેવીઓની તસવીર આપે છે. પરંતુ તે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે આવા ચિત્રો જેમાં દેવતાઓ ઉગ્ર સ્થિતિમાં અથવા લડતી વખતે દેખાય છે, તેવી કોઈ તસવીર ન આપવી.
રામાયણ, મહાભારત ગ્રંથો, જંગલી પ્રાણીઓ, દુષ્કાળ અને સૂર્યાસ્તનાં ચિત્રો જેવા શાસ્ત્રોમાં ઉપહારમાં કોઈને આપવા કે લેવા નહીં.
દિવાળી પર દરેક વ્યક્તિઓ માતા લક્ષ્મીની રાહ જુએ છે. આવી સ્થિતિમાં જો કોઈને માતા લક્ષ્મીની તસવીર ગિફ્ટમાં આપવા હોય, તો હંમેશા માતા લક્ષ્મીની બેઠક સ્થિતિનું ચિત્ર આપવું જોઈએ. શાસ્ત્રોમાં લક્ષ્મીજીના ઘરે બેસવું કે સ્થિર રહેવું શુભ માનવામાં આવે છે.
કેક્ટસ અથવા બોનસોઇ જેવા કાંટાદાર છોડ ક્યારેય ન આપો. તે લેનાર અને આપનાર બંને માટે અશુભ છે.
વહેતું પાણી કે વહેતું ઝરણું આવા ચિત્રો પણ કોઈને ગિફ્ટમાં ન આપો. તે ગિફ્ટમાં લેવા પણ શાસ્ત્રોમાં અશુભ ગણાયા છે.