બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / do not eat these three things in breakfast

Health Tips / હેલ્ધી બ્રેકફાસ્ટની આદત શરીર રાખે છે એનર્જેટિક! આ ત્રણ વસ્તુઓ ખાતા હોવ તો આજથી જ કરો અવોઈડ

Arohi

Last Updated: 07:26 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ. તેનાથી તમારો દિવસ પણ ફૂર્તીલો પસાર થાય છે. બ્રેકફાસ્ટ માટે તમારે કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ કારણ કે આ વસ્તુઓ ખાવાથી વજન ઝડપથી વધે છે.

  • બ્રેકફાસ્ટમાં આ વસ્તુઓ ખાવાનું ટાળો 
  • ઝડપથી વધવા લાગે છે વજન 
  • આજથી જ શરૂ કરો નવી ડાયેટ 

બ્રેકફાસ્ટ દિવસનું પહેલું મીલ હોય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ. જેથી કરીને તમે દિવસભર એક્ટિવ મહેસુસ કરી શકો. ઘણી વખત લોકો વ્યસ્તતાને કારણે બ્રેકફાસ્ટ સ્કીપ કરી દે છે અથવા બ્રેકફાસ્ટમાં કંઈક ઉંધુ સીધુ ખાઈ લે છે. 

જે પાછળથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. લોકોને એ વાતની જાણકારી જરૂર હોવી જોઇએ કે બ્રેકફાસ્ટમાં કઈ વસ્તુઓ ખાવાથી વજન વધી શકે છે અને કઈ વસ્તુ વજન ઘટાડી શકે છે. ચાલો અમે તમને બ્રેકફાસ્ટમાં ખાવાની એવી વસ્તુઓ જણાવીએ જે તમારું વજન વધારી શકે છે. સાથે જ બ્રેકફાસ્ટમાં શું શામેલ કરવું જોઈએ. 

વ્હાઈટ બ્રેડ
ઘણીવાર લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરે છે. તે પણ સફેદ બ્રેડ. તે ન ખાવી જોઈએ. તેની જગ્યાએ તમે બ્રાઉન બ્રેડ અથવા પલાળેલા હોલ ગ્રેન ખાઈ શકો છો. તમને જણાવી દઈએ કે વ્હાઈટ બ્રેડ રિફાઈન્ડથી બનેલી હોય છે અને તે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે, જેને ખાવાથી વજન વધે છે. વ્હાઈટ બ્રેડ ખાવાથી તમને જલ્દી ભૂખ લાગી શકે છે કારણ કે તે જલ્દી પચી જાય છે. તેથી તેને ખાવાનું આજથી જ બંધ કરી દો.

પરોઠા ના ખાવ 
આરોગ્ય નિષ્ણાંતો માને છે કે સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ. માટે નાસ્તામાં ક્યારેય તમારે ઓઈલી વસ્તુઓ ન ખાવી જોઈએ. મોટાભાગના લોકો દિવસની શરૂઆત પરાઠાથી કરે છે. આ તમારા વજનને ખૂબ અસર કરશે અને વજનમાં વધારો કરી શકે છે. જો તમે હજુ પણ નાસ્તામાં પરાઠા ખાવાનું પસંદ કરો છો, તો તેને ઓછામાં ઓછા તેલ અથવા ઘીમાં બનાવો.

બેક્ડ પ્રોડક્ટ્સ
તમને જણાવી દઈએ કે પ્રોસેસ્ડ લોટથી બનેલી વસ્તુઓમાં ખરાબ ક્વોલિટી વાળા કાર્બોહાઈડ્રેડ હોય છે. તે ન તો ફાયદાકારક છે અને ન તો તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેથી તેને બ્રેકફાસ્ટમાં સામેલ કરવું યોગ્ય નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ