બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / DMK's A Raja stirs up a controversy, says, 'You are shudra until you are Hindu'; BJP reacts

રાજનીતિ / 'હિંદુઓ છે ત્યાં સુધી તમે અછૂત જ રહેવાના', DMK સાંસદ એ રાજાના નિવેદનથી પેદા થયો મોટો વિવાદ

Hiralal

Last Updated: 04:10 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા તામિલનાડુના DMK સાંસદ એ રાજાએ ફરી મોટો વિવાદ પેદા કર્યો છે.

  • તામિલનાડુના DMK સાંસદની હિન્દુ અને અછૂત પર વિવાદાસ્પદ ટિપ્પણી
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.અન્નામલાઈએ વીડિયો જારી કર્યો 
  • કહ્યું જ્યાં સુધી હિંદુઓ છે ત્યાં સુધી અછૂત રહેવાના
  • ભાજપે આ મામલે તુષ્ટિકરણનો લગાવ્યો આરોપ 

તામિલનાડુના સાંસદ એ રાજાએ આ નિવેદન સાથે ફરી એકવાર નવો વિવાદ ઊભો કર્યો છે. આ વખતે તેમણે 'હિન્દુ' અને 'અસ્પૃશ્ય' વિશે એક ટિપ્પણી કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.અન્નામલાઈ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે જેમાં એ રાજા હિંદુઓ અને અછૂત પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી રહેલા જોઈ શકાતા હતા.  વીડિયોમાં રાજા એક કાર્યક્રમ દરમિયાન હિંદુત્વ પર સવાલ ઉઠાવતા નજરે પડે છે. વીડિયો મુજબ રાજા કહી રહ્યા છે કે, "તમે લોકો જ્યાં સુધી હિન્દુ છો ત્યાં સુધી જ શુદ્ર છો. જ્યાં સુધી તમે શૂદ્ર છો ત્યાં સુધી તમે વેશ્યાઓના પુત્રો છો. જ્યાં સુધી તમે હિન્દુ છો ત્યાં સુધી જ તમે દલિત છો. જ્યાં સુધી તમે હિંદુ છો, ત્યાં સુધી તમે અસ્પૃશ્ય છો.

રાજાએ સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા 
વીડિયોમાં રાજાએ સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. "સુપ્રીમ કોર્ટ કહે છે કે જો તમે ખ્રિસ્તી, મુસ્લિમ અથવા પારસી નથી, તો તમે હિન્દુ હશો. આવો અત્યાચાર તમે બીજા કોઈ દેશમાં જોયો છે? તેમણે લોકોને સનાતન ધર્મને પડકારવા માટે જાતિવાદના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ડીએમકે અને તેના મુખપત્ર મુરસોલીમાં આ મુદ્દો ઉઠાવવાનો સમય આવી ગયો છે.

ભાજપ ડીએમકે પર લગાવ્યો તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ 
ભારતીય જનતા પાર્ટીએ આ મામલાનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે દ્રવિડ મુનેત્ર કઝગમ પર તુષ્ટિકરણની રાજનીતિનો પણ આરોપ લગાવ્યો છે. રાજા મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પાર્ટીથી સાંસદ છે. ઉલ્લેખનીય છે કે એ રાજા 2જી કૌભાંડના મુખ્ય આરોપી છે. આ અગાઉ પણ તેમણે અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ