બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / divyang teacher rights yatra reached Gandhinagar for 3 demands

અધિકાર યાત્રા / હવે દિવ્યાંગ શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી!, ચોટીલાથી પગપાળા પહોંચ્યા ગાંધીનગર, જાણો શું કરી છે માંગ

Dhruv

Last Updated: 04:02 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોટીલાથી પગપાળા યાત્રા કરીને નીકળેલી શિક્ષક અધિકાર યાત્રા આજે ગાંધીનગર પહોંચી છે. જ્યાં તેઓ પોતાની મુખ્ય 3 માંગણીઓને લઈને રજૂઆત કરશે.

  • દિવ્યાંગ શિક્ષક અધિકાર યાત્રા પહોંચી ગાંધીનગર
  • 3 મુખ્ય માંગણીઓને લઈને કરશે રજૂઆત
  • સેક્ટર-13 ખાતે સભા કરી સરકારને કરશે રજૂઆત

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોઇને કોઇ કર્મચારીઓ પોતપોતાની માંગણીઓને લઇને આંદોલન કરી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યના દિવ્યાંગ શિક્ષકોની અધિકાર યાત્રા પોતાની માંગણીઓને લઇને ગાંધીનગર ખાતે પહોંચી છે. ચોટીલાથી પગપાળા યાત્રા કરી શિક્ષક અધિકાર યાત્રા આજે ગાંધીનગર સેક્ટર-13 ખાતે પહોંચી છે. સેક્ટર-13 ખાતે સભા કરીને આ દિવ્યાંગ શિક્ષકો પોતાની માંગણીઓની રજૂઆત કરશે. તમને જણાવી દઇએ કે, મુખ્ય 3 માંગણીઓને લઈને દિવ્યાંગ શિક્ષકો પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા છે.

જાણો દિવ્યાંગ શિક્ષકોની કઇ-કઇ છે મુખ્ય માંગ?

  • દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ભરતી કરવામાં આવે 
  • દિવ્યાંગ શિક્ષણ અને પુનર્વસન માટે કાર્યરત 1084 એજ્યુકેટર સહિત RCIમાં દર્શાવેલ પે ગ્રેડ મુજબ સળંગ સેવા ગણવી
  • 21 પ્રકારની દિવ્યતા ધરાવતા બાળકોને માસિક 3 હજાર સહાય આપવી
  • નીરાધાર અને એકવાલી વાળા દિવ્યાંગ બાળકને માસિક 5 હજાર સહાય આપવા માંગ

તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસથી ચાલતી દિવ્યાંગ બાળકો કે દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે કાર્યરત સ્પેશિયલ એજ્યુકેશન અને આઈડી કોર્ડીનેટર અને દિવ્યાંગોના હક અને અધિકારો માટે વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા દિવ્યાંગ અધિકાર યાત્રાનું આયોજન કરાયું છે. લખધીરભાઈ મેર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે દિવ્યાંગ શિક્ષણ સંવાદ અને પદયાત્રાનું આયોજન 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી ચોટીલાથી ગાંધીનગર સુધી કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય માંગણીઓનો સમાવેશ કરાયો છે.

TB વિભાગના કરાર આધારિત કર્મીઓ પણ આવતીકાલે કેન્ડલ માર્ચ કરશે

વધુમાં TB વિભાગના કરાર આધારિત કર્મચારીઓ પણ આવતીકાલે કેન્ડલ માર્ચ કરશે. વિવિધ પડતર પ્રશ્નોને લઇને આ કર્મચારીઓ આવતીકાલે કેન્ડલ માર્ચ કરશે. જેમાં પગાર વધારો, પેટ્રોલ એલાઉન્સ અને સેવા મુક્તિ સમયે યોગ્ય વળતરની તેઓ માંગ કરશે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ ધરણા પર બેસશે અને તેમને વિરોધ પ્રદર્શનની પણ ચીમકી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ