Disaster of non-seasonal rains in the state again from Monday, Farmers worried over weather forecast
માવઠું /
હોળી પહેલા રાજ્યમાં કમોસમી વરસાદના વરતારા, હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતાતુર
Team VTV11:16 PM, 06 Mar 22
| Updated: 11:19 PM, 06 Mar 22
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આફત
આગામી 3 દિવસ રાજ્યમાં પડી શકે છે વરસાદ
7 થી 10 માર્ચ દરમિયાન માવઠાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની સંભાવના છે. જેને લઈને રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે.
7 થી 10 માર્ચ દરમિયાન માવઠાની સંભાવના: હવામાન વિભાગ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના
છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પડી શકે છે વરસાદ
સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પડી શકે છે વરસાદ
સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદની સંભાવના
આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલમાં પડી શકે છે વરસાદ
રાજ્યમાં અનેક વિસ્તારોમાં તાપમાન યથાવત રહેવાનું અનુમાન
જ્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ રહેલી છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપામાન અને લઘુત્તમ તાપમાનનું પ્રમાણ યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
10 માર્ચ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા - અંબાલાલ
અંબાલાલની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષેપોને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત પર મંડારાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડવાની વકી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવો વરતારો પણ અંબાલાલે આપ્યો છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંય ક્યાંય વરસાદ પણ પડી શકે છે. 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.