બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Dinesh Patel Resigns as President of Baroda Dairy

BIG BREAKING / ગુજરાતના સહકારીક્ષેત્રના મોટા સમાચાર, બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલનું રાજીનામું, આભાર વ્યક્ત કરતાં લખ્યો પત્ર

Dinesh

Last Updated: 06:00 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું સોપ્યું, 'છેલ્લા 8 વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ આભાર'

  • બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલનું રાજીનામું 
  • બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપ્યું રાજીનામું
  • સ્વેચ્છાએ અને રાજીખુશીથી રાજીનામું આપ્યાનું જણાવ્યું


વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે રાજીનામું ધરી દીધું છે. વિધાનસભાની ચૂંટણીમાં દિનેશ પટેલ ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતા અને તેઓ પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યાં હતા.

બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ મામાનું રાજીનામું 
બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ પટેલે રાજીનામું આપ્યું છે. તેમણે  બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર સ્વેચ્છાએ અને રાજીખુશીથી તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.  તેમણે અગાઉ પણ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ ત્યારબાદ પાદરા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં.

રાજીનામાનો લેટર

તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ આભાર: દિનેશ પટેલ
તેમણે રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા 8 વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ આભાર તમને જણાવી દઈએ કે, તેમણે  પાદરામાં અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. દિનેશ પટેલનું રાજીનામું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સ્વીકારે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે.

દિનુ પટેલે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું
ચૂંટણી પહેલા ભાજપમાંથી દિનુ પટેલે રાજીનામું આપ્યું હતું. તેમને પાદરા બેઠક પર ટિકિટ ન મળતા તેઓ નારાજ થયાં હતા. દિનુ પટેલે પાદરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતાં. દિનુ પટેલને હર્ષ સંઘવી અને સી આર પાટીલની સમજાવટ બાદ પણ તેઓ માન્યા ન હતાં. પાર્ટી દિનુ પટેલને સસ્પેન્ડ કરે તે પહેલા જ દિનુ પટેલે પાર્ટીને રામ રામ કર્યા હતા. તેમજ આજે તેમણે ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તમને જણાઈ દઈએ કે, તેમનો કેતન ઈનામદાર સાથે વિવાદ પણ થયો હતો

કોણ છે દિનેશ પટેલ ?

  • બરોડા ડેરીના પ્રમુખ અને ભાજપ નેતા
  • અગાઉ પણ ભાજપમાંથી આપ્યું હતુ રાજીનામું
  • 2022માં ટિકિટ ન મળતા અપક્ષમાંથી નોંધાવી હતી દાવેદારી
  • રાજીનામું આપી પાદરા બેઠક પરથી અપક્ષ તરીકે દાવેદારી કરી હતી
  • અપક્ષમાંથી દાવેદારી કરાતા ભાજપે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

કેતન ઈનામદાર સાથે શું હતો વિવાદ?

  • સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે પણ વિવાદ થયો
  • કેતન ઈનામદારે બરોડા ડેરીમાં પશુપાલકના શોષણનો આરોપ મુક્યો
  • કેતન ઈનામદારે તત્કાલિન સહકાર મંત્રીને રજૂઆત કરી હતી
  • કેતન ઈનામદારે દિનુ પટેલ સામે સીધા આક્ષેપ થયા હતા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ