બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / dinesh karthik father has reached australia to see the son role of finisher

T20 World cup / પુત્ર ટીમ ઈન્ડિયામાં સ્ટાર પ્લેયર છતાં સ્ટેડિયમમાં સામાન્ય દર્શકોની જેમ ઇંતેજાર કરતાં રહ્યા પિતા, લોકોએ કરી પ્રશંસા

Premal

Last Updated: 09:34 AM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસીસી ટી 20 વિશ્વ કપમાં ભારતીય ટીમના ખેલાડી દિનેશ કાર્તિકના પિતા પુત્રની ફિનિશર ભૂમિકા જોવા માટે ઓસ્ટ્રેલિયા ગયા છે. સિડનીમાં નેટ પ્રેક્ટિસ કરી રહેલા પુત્રને જોવા માટે સામાન્ય દર્શકોની જેમ રાહ જોઇ રહ્યાં હતા.

  • ઓસ્ટ્રેલિયામાં જોવા મળી દિનેશ કાર્તિકના પિતાની સાદગી
  • પુત્રને જોવા માટે સામાન્ય દર્શકોની જેમ રાહ જોઈ
  • દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં મળી છે ફિનિશરની ભૂમિકા

દિનેશ કાર્તિકના પિતા ભારતીય ટીમની મેચ જોવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા 

યાત્રા દરમ્યાન હોવાને કારણે તેઓ મેલબર્નમાં પાકિસ્તાન સામેની મેચ જોઇ ના શક્યા. દૂરથી જોતા કૃષ્ણ કુમાર પૂર્વ ભારતીય ફૂટબોલ કેપેટન પ્રસૂન બેનર્જી જેવા દેખાય છે. તેઓ એક ખૂણામાં ઉભા રહીને ભારતીય ક્રિકેટ ટીમના અભ્યાસ સત્રની રાહ જોઇ રહ્યાં હતા. આ વ્યક્તિ કોઈ બીજુ નહીં પરંતુ દિનેશ કાર્તિકના પિતા હતા જે ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે પોતાના પુત્રની ફિનિશરની ભૂમિકા જોવા માટે અહીં પહોંચ્યા છે. કાર્તિક ભારતીય ટીમમાં સૌથી ઉંમરલાયક અને સીનિયર ખેલાડી છે. તેમણે 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતુ અને શક્ય પોતાની અંતિમ આઈસીસી ટુર્નામેન્ટ રમી રહ્યાં છે.

પત્રકારોને ખબર પડી તો પહોંચી ગયા દિનેશ કાર્તિકના પિતા પાસે 

કૃષ્ણ કુમાર કોઈ ખાસ બેટરને નહોતા જોતા. એક વખત જ્યારે તેમણે પોતાના મોબાઈલનો કેમેરો ઓન કર્યો તો તેમને જણાવવામાં આવ્યું કે તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી અને આમ કરવુ નિયમોનુ ઉલ્લંઘન છે. ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ દિનેશ કાર્તિકના પિતા છે તો પત્રકાર પણ તેમની પાસે પહોંચી ગયા. તેમણે પુત્રની વાપસીને લઇને અનેક યુ-ટ્યુબ ચેનલ સાથે પણ વાતચીત કરી. કાર્તિક એવા ક્રિકેટર છે, જે જ્યારે પણ ભારત માટે રમે છે તો તેના માતા-પિતા તેની રમત જોવા માટે આવે છે. રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં જ્યારે કાર્તિક ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે તેમની માં પદ્મિની વારંવાર મેચ જોવા માટે આવતી હતી. તેમના પિતા રવિવારે મેલબર્નમાં રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં હાજર નહોતા રહી શક્યા.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dinesh Karthik (@dk00019)

કાર્તિકને ભારતીય ટીમમાં મળી છે ફિનિશરની ભૂમિકા 

દિનેશ કાર્તિક ટી 20 ક્રિકેટ ટીમમાં ભારતીય ટીમ માટે ફિનિશરની ભૂમિકામાં છે. તેઓ વારંવાર ટીમ માટે અંતમાં મેચને પૂર્ણ કરતા હોય છે. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટે કાર્તિક પર વિશ્વાસ મુકી તેમને ટી-20 વિશ્વ કપ માટે પસંદ કર્યા છે. આ ઉપરાંત તેઓ રિષભ પંતના વિકલ્પ પણ છે, જે તેમની ગેરહાજરીમાં ટીમ માટે વિકેટકીપિંગની પણ જવાબદારી સંભાળે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ