બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 04:34 PM, 10 October 2022
ADVERTISEMENT
ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જે એક વાર થયા બાદ આખી જિંદગી રહે છે. આ બીમારી તમારા લોહીમાં સાકરનું સ્તર વધતા અને અગ્નાશયથી ઇન્સુલીન હાર્મોન ન નીકળવાના કારણે થાય છે. આ બીમારીથી પીડાતા લોકોને મીઠું ખાવાની પણ મનાઈ હોય છે. આ સાથે તેઓને રોજ કસરત કરવાની પણ સલાહ આપવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દી ક્યારેક જાણેઅજાણે એવાં ફળ ખાઈ લે છે કે જેનાથી શરીરનું બ્લડ શુગર લેવલ વધી જાય છે. આથી જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો અને તમારું પણ શુગર તમે કંટ્રોલમાં રાખવા ઇચ્છો છો તો પણ ભૂલથી આ ફળ ના ખાતા. આ ફળોના સેવનથી બ્લડ શુગર તુરંત વધી જાય છે. એટલા માટે આ ફળો વિશે પહેલાં સવિશેષ જાણી લો...
કેળાં
ADVERTISEMENT
કેળાં સેહત માટે ફાયદાકારક છે. ખાસ કરીને વજન વધારવા માટે કેળાને વધારે ઉપયોગી કહેવામાં આવે છે. કેળાના સેવનથી આવશ્યક ઉર્જાનો સંચાર થાય છે. આ સિવાય કેળાં ખાવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ પણ દૂર થાય છે. કેળામાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જોકે તેમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્ષ વધારે હોય છે. એ માટે ડાયાબિટીસના દર્દીઓએ કેળાંનું સેવન ના કરવું જોઇએ.
સંતરા
સંતરામાં વિટામીન C અધિક માત્રામાં હોય છે. તેના સેવનથી ઈમ્યુન સિસ્ટમ વધારે મજબૂત થાય છે. સંતરામાં કેટલાંક જરૂરી પોષક તત્વો હોય છે. જેવાં કે વિટામીન ઈ, એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ વગેરે પોષક તત્વો મળી રહે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જોકે, ડાયાબિટીસ માટે સંતરાને ઉત્તમ નથી માનવામાં આવતું. આ ફળમાં પણ ગ્લાઈસેમિક ઇન્ડેક્ષ વધારે હોય છે. આ સાથે જ 100 ગ્રામ સંતરાના જ્યુસમાં 10 ગ્રામ ખાંડ હોય છે. એટલા માટે સંતરાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
દાડમ
ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય દાડમ ખાવાનો ઇનકાર ના કરવો જોઈએ. કારણ કે દાડમ પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે, પરંતુ શુગરના દર્દીઓ માટે આ અભિશાપ પણ સાબિત થાય છે. કારણ કે દાડમમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. આથી તેના સેવનથી શુગર પણ વધી શકે છે અને સાથે ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પણ વધારે રહે છે. 100 ગ્રામ દાડમના જ્યુસમાં 14 ગ્રામ ખાંડ હોય છે. એટલા માટે જ શુગરના દર્દીઓએ દાડમનું સેવન ના કરવું જોઈએ. તદુપરાંત દ્રાક્ષ, કિશમિશ, નાશપતી વગેરે ચીજવસ્તુનું પણ સેવન કરતા પહેલા સાવધ રહેવું જોઈએ. તો બીજી બાજુ ખજૂરનું પણ સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.