બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 11:28 AM, 21 April 2022
ADVERTISEMENT
શક્કરિયા
જેમ કે કિડની-આંખો સંબંધિત મુશ્કેલી, હાર્ટની બિમારી વગેરે. ત્યાં સુધી કે રક્ત વાહિકાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે, જેના કારણે તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હાઈ હોય છે. આ સિવાય તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે, જે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ શક્કરિયાનું સેવન ના કરે.
ADVERTISEMENT
લીલા વટાણા
જો ડાયાબિટીસના દર્દીઓ તેનુ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માંગે છે તો લીલા વટાણાનું સેવન ના કરે. કારણકે તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે, જે શુગર લેવલને વધારી શકે છે.
મકાઈ
આમ તો મકાઈ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનુ સેવન બિલ્કુલ ના કરવુ જોઈએ. જેમાં કાર્બોહાઈડ્રેટ વધુ અને ફાઈબર ઓછુ જોવા મળે છે. એવામાં ઓછુ ફાઈબર અને વધુ કાર્બોહાઈડ્રેટનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે.
સ્ટાર્ચયુક્ત શાકભાજી
ડાયાબિટીસના દર્દીઓએ અમુક શાકભાજીનુ સેવન કરવાથી બચવુ જોઈએ. કારણકે અમુક શાકભાજી સ્ટાર્ચ યુક્ત હોય છે, જેમકે વટાણા, મકાઈ વગેરે. જેનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધવાનુ જોખમ બન્યું રહે છે.
ફાસ્ટફૂડ
ડાયાબિટીસના દર્દીઓએ ફાસ્ટ ફૂડનું સેવન પણ બિલ્કુલ ના કરવુ જોઈએ. જેમકે બર્ગર, પિત્ઝા, ફ્રાઈડ વગેરે વસ્તુઓ. આ બધી વસ્તુમાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરી વધુ માત્રામાં આવે છે, જે શુગર લેવલને પ્રભાવિત કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.