શુગર જડમૂળમાંથી નાબુદ કરવા કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું રોજ સવારે ખાલી પેટે પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી તુરંત ફાયદો દેખાશે.
ડાયાબિટીસના દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે
કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય
ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા અંજીરના પાંદડાનું કરો સેવન
આજકાલ લોકોની જે જીવનશૈલી છે એ પરથી લોકો વધુને વધુ બીમારીનો ભોગ બની રહ્યા છે. તેમાંથી સૌથી વધુ ભોગ ડાયાબિટીસની બીમારીનો બની રહ્યા છે અને આપણા વડીલોના કહેવા મુજબ આ એક એવી બીમારી છે જે ક્યારેય પૂરી રીતે આપણા શરીરને છોડીને નથી જતી. જો કે એમની આ વાત સો ટકા સાચી નથી. કોઈ પણ એવી બીમારીઓ નથી હોતી જેમાં સરખી કાળજી લેવા પર તેને જડમૂળમાંથી નાબુદ ન કરી શકાય. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાં દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે. તેમને દરરોજ ઘણી દવાઓનું સેવન પણ કરવું પડે છે જેની સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. એવામાં થોડા એવા આયુર્વેદિક ઉપાય છે જે કરવાથી ધીરે ધીરે શરીરમાંથી શુગરની સમસ્યા હંમેશા માટે નાબુદ થઇ જાય છે. આજે અમે તમને ડાયાબીટીસને કેવીર રીતે મૂળમાંથી કાઢીને શુગર ફ્રી રહેવું એના વિશે થોડા નુસખા જણાવી રહ્યા છીએ.
કાળા જાંબુના ઠળિયા
કાળા જાંબુના ઠળિયાથી ડાયાબિટીસના દર્દીઓનો ઈલાજ શક્ય છે. કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કાળા જાંબુના ઠળિયામાં જંબોલીન અને જંસોબિન નામના પોષકતત્વો હોય છે જે શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ તમે તેનુ સેવન કરશો તો શુગર જડમૂળમાંથી નાબુદ થઇ શકે છે. કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું રોજ સવારે ખાલી પેટે પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી તુરંત ફાયદો દેખાશે. જો તમે દૂધ કે પાણી સાથે કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું સેવન નથી કરવા માંગતા તો તમે તેની સ્મુધિ બનાવીને અથવા તો કોઈ મિલ્કશેકમાં મિક્સ કરીને પણ પી શકો છો.
અંજીરના પાંદડા
શું તમે જાણો છો કે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવામાં અંજીરના પાંદડા પણ ઘણા કારગર સાબિત થાય છે. રોજ સવારે ખાલી પેટે તમારે અંજીરના પાંદડા ચાવવા જોઈએ અથવા તો પાણીમાં ઉકાળી તમે એ પાણીનું સેવન પણ કરી શકો છો.
મેથી
મેથી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછી નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવા માટે એક કારગર ઈલાજ સાબિત થઇ છે. એ માટે તમારે નિયમિતપણે મેથીનું સેવન કરવું પડશે.