બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / રાજકોટ / Dhoraji Sessions Court gave strict punishment in minor rape case

સજા / વધુ એક હવસખોર દંડાયો: સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ધોરાજી સેસન્સ કોર્ટે આપી કડક સજા, જાણો કેસ

Kishor

Last Updated: 04:54 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજી દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ આરોપી સંજયને કોર્ટે 10 વર્ષની સખત સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

  • ધોરાજી દુષ્કર્મના કેસમાં આરોપી સંજયને 10 વર્ષની સજા
  • ધોરાજી સેશન કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ કેસમાં કર્યો હુકમ
  • આરોપી સંજયને 10 વર્ષની સખત સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો

રાજકોટના ધોરાજીમાં 2020માં સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ આ કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આકરા પાણીએ થઇ દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ આરોપીને 10 વર્ષની કડક સજા સંભળાવી છે. ધોરાજીના દુષ્કર્મના કેસમાં આરોપી સંજય ઉર્ફે ચંદુને 10 વર્ષની સજા અને રૂા. 10 હજારનો દંડ સ્પેશ્યલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ છે તેમજ ભોગ બનનારને રૂા. 4 લાખનું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.


2020માં સગીરા સુરતથી ધોરાજી પોતાના સબંધીને ત્યાં આવી હતી

કેસની વિગત અનુસાર 2020માં સગીરા સુરતથી ધોરાજી પોતાના સબંધીને ત્યાં આવી હતી. ત્યારબાદ જન્માષ્ટમી 2020ના રોજ સગીરા આરોપી સાથે ભાગી ગઈ હતી. આ દરમિયાન સોમનાથ અને દ્વારકા સહિતના શહેરોમાં રહ્યા હતાં. આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ બાંધેલો હતો. ભોગ બનનાર ઘરેથી ભાગી ગયેલ ત્યારે તેની ઉંમર 17 વર્ષ 11 માસ અને અમુક દિવસો હતી. 


ચાર લાખ વિકટીમ કોમ્પનેશન સ્કીમ હેઠળ ચૂકવવા આદેશ

આ કેસમાં તપાસમાં ભોગ બનનાર સાથે 18 વર્ષની ઉંમરમાં ચાર દિવસ ઘટતા હતા ત્યારે આરોપીએ તેની સાથે શરીર સંભોગ કર્યો હોવાનું સામે આવતા સરકારી મારફતે દલીલ કરાઈ હતી  કે આરોપીએ 18 વર્ષથી નાની વયની દીકરી સાથે શરીર સંબંધ બાંધેલો છે. આ દલીલને ધ્યાને લઈ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર એમ શર્માએ આરોપી સંજય ઉર્ફે ચંદુને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (1) તથા પોક્સો એક્ટની કલમ ચાર મુજબ આરોપી ઠેરવી 10 વર્ષની સખત સજા તથા રૂપિયા 10,000 દંડ અને ભોગ બનનારને ડીસ્ટ્રીક લીગલ સર્વીસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખ વિકટીમ કોમ્પનેશન સ્કીમ હેઠળ ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ