બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni's prediction about the India-Pakistan match finally came true

સ્પોર્ટ્સ / ભારત-પાકની મૅચને લઈને આખરે ધોનીની ભવિષ્યવાણી સાચી પડી, જુઓ શું કહ્યું હતું

Kinjari

Last Updated: 03:30 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 ઓક્ટોબરની રાતને તમામ ભારતીય ક્રિકેટ ફેન્સ ભૂલી જવા મથશે કારણકે આ દિવસે તે થઇ ગયું જે છેલ્લા 29 વર્ષથી નહોતું થયું.

  • મહેન્દ્ર સિંહ ધોનીની ભવિષ્યવાણી પડી સાચી
  • 2016માં ધોનીએ આપ્યું હતુ નિવેદન
  • ભારત પાકિસ્તાન સામે ભયંકર રીતે હાર્યું

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતને હરાવી દીધું હતું. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન શરમજનક રહ્યું તો બૉલરોએ પણ કંઇ બાકી રાખ્યું નછી. વર્લ્ડકપમાં પાકિસ્તાનની આ પહેલી જીત છે. પડોશી દેશ વિશ્વકપમાં એક દિવસ આપણને ભારે પડશે તે વાતની ભવિષ્યવાણી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પાંચ વર્ષ પહેલા જ કરી દીધી હતી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

 

2016માં ધોનીનું નિવેદન
2016માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો ત્યારે પાકિસ્તાનને હરાવી દીધું હતું. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં ધોનીએ કહ્યું હતું કે, આપણને આ વાત પર ગર્વ છે કે આપણે તેમની સામે 11-0થી હાર્યા છીએ પરંતુ એક સચ્ચાઇ તે પણ હશે કે પાકિસ્તાન ક્યારેક ને ક્યારેક આપણને હરાવશે. 10 કે 20 વર્ષ બાદ આપણે હારીશું. એવું ન થઇ શકે કે આપણે હંમેશા જીતીયે. આ ભવિષ્યવાણી 2021માં સત્ય સાબિત થઇ ગઇ છે. 

 

 

પાકિસ્તાને રચ્યો ઇતિહાસ 

કેપ્ટન કોહલી ભારતીય ક્રિકેટનો પહેલો એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપમાં હરાવ્યું છે. દેશના ક્રિકેટના ઇતિહાસમાં, 24 ઓક્ટોબર 2021 પહેલા વર્લ્ડકપમાં કોઈ પણ કેપ્ટન પાકિસ્તાન સામે હાર્યો ન હતો. ICC T20 વર્લ્ડ કપ-2021ના સુપર-12 તબક્કાની પ્રથમ મેચમાં ભારતને આ હાર મળી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો હતો. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમ વનડે અને ટી 20 વર્લ્ડ કપમાં કુલ 12 વખત સામસામે આવી હતી પરંતુ પાકિસ્તાન જીતી શક્યું ન હતું. T20 વર્લ્ડ કપમાં હવે પાકિસ્તાને પોતાનું ખાતું ખોલ્યું છે. આ હાર ચોક્કસપણે ટીમ ઇન્ડિયાને ડંખશે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

 

કોહલીએ હારનું કારણ કહ્યું
વિરાટે કહ્યું કે પહેલી 6 ઓવરમાં પાકિસ્તાને શાનદાર બોલિંગ કરી અને જેના કારણે અમે વધારે રન ન બનાવી શક્યા. 7 વિકેટ પર માત્ર 151 રન જ બનાવી શકી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકલા હાથે જ આ સ્કોર અચીવ કરી લીઝો હતો. પાકિસ્તાનની એક પણ વિકેટ ગઇ નહોતી. 

હારનું સૌથી મોટું કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પાકિસ્તાની બોલર શાહીન આફ્રીદીના કારણે 2 વિકેટ ગુમાવી અને જેથી ભારતીય ટીમ દબાવમાં આવી ગઇ હતી. બસ આ જ કારણ છે કે બીજા 20-25 રન ન બનાવી શકી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ હાર શરમજનક હતી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ