બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Dharmendra Pradhan, Union Minister Says, 'Agnipath Scheme Is Beneficial for the Nation, Army & Youth'

યોજના / અગ્નિવીરોને વગર મહેનતે મળી જશે આ મોટો શૈક્ષણિક લાભ ! જાણો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શું બોલ્યાં

Hiralal

Last Updated: 10:14 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એવું કહ્યું કે અગ્નિપથ યોજના દેશ, સેના અને યુવાનો માટે ફાયદાકારક છે.

  • અગ્નિવીરોને મોટો શૈક્ષણિક લાભ  મળશે
  • 10 પાસ યુવાનોને મળશે 12મું પ્રમાણપત્ર
  • 12 પાસ યુવાનોને મળશે ગ્રેજ્યુએશન પ્રમાણપત્ર 
  • ગ્રેજ્યુએશન યુવાનોને મળી શકે MBA પ્રમાણપત્ર

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અગ્નિપથ યોજનાને દેશ, સેના અને યુવાનો માટે ફાયદાકારક ગણાવી છે. તેમણે કહ્યું કે અગ્નિપથ યોજના લાવતા પહેલા શિક્ષણ વિભાગની સલાહ લેવાઈ હતી. હાલ જે લોકો સેનામાં જાય છે તેઓ 10મું પાસ પૂર્ણ કરીને જાય છે. કેટલાક યુવાનોને સેનામાં 12માં ધોરણ પછી તો કેટલાકને ગ્રેજ્યુએશન બાદ દાખલ કરવામાં આવે છે. 

10મું ધોરણ પાસ કરનાર યુવાનોને મળશે  12માંનું સર્ટિફિકેટ 
પ્રધાને કહ્યું કે અગ્નિપથ યોજના હેઠળ જે યુવાનો 10મું ધોરણ પાસ કરીને આર્મીમાં જોડાશે તે અગ્નિવીરોને ચાર વર્ષ બાદ 12માં ધોરણનું સર્ટિફિકેટ આપવામાં આવશે.

12મા ધોરણના યુવાનોને મળશે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ
પ્રધાને  વધુમાં જણાવ્યું હતું કે, આજની શિક્ષણ નીતિમાં કામના અનુભવને પણ અભ્યાસની પ્રક્રિયા ગણવામાં આવે છે. તેથી જે લોકો 12મું ધોરણ પાસ કરીને આર્મીમાં જોડાશે, ઇગ્નૂ તેમને નવી ફ્રેમ બર્કમાં પરીક્ષા આપવાની તક આપશે. જો અગ્નિવીર તે પરીક્ષામાં પાસ થાય છે, તો તે ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી શકે છે. 

ગ્રેજ્યુએટ યુવાનોને એમબીએ સર્ટિફિકેટ
શિક્ષણ મંત્રી પ્રધાનનું કહેવું છે કે ગ્રેજ્યુએશન બાદ આવી રહેલા અગ્નિવીરને એ જ ચાર વર્ષની અંદર એમબીએ સર્ટિફિકેટ મળી શકશે.

અગ્નિપથ યોજનાને લઈને વિવાદ
દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે અને આગચંપી પણ જોવા મળી છે. આ દરમિયાન બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું નામ લીધા વગર યુવાઓને એક મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા છે.

અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યાં છીએ- પીએમ મોદી 

પીએમ મોદીએ પણ અગ્નિપથ યોજનાને વખાણ કરતા કહ્યું કે અમુક યોજનાઓ ટૂંકા ગાળા માટે નુકશાનકારક દેખાતી હોય છે પરંતુ લાંબા ગાળે તે ખૂબ ફાયદાકારક બની રહેતી હોય છે. મોદીએ કહ્યું કે સુધારાનો માર્ગ આપણને ફક્ત નવા લક્ષ્યો તરફ દોરી શકે છે. અમે યુવાનો માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે, જે દાયકાઓ સુધી સરકાર દ્વારા એકાધિકાર ધરાવતા હતા. ડ્રોનથી લઈને બીજી દરેક ટેકનોલોજી, અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે યુવાનોને જણાવી રહ્યા છીએ કે, સરકારે જે વિશ્વસ્તરીય ટેકનોલોજી બનાવી છે, યુવાનોએ પોતાના વિચારો આપવા જોઈએ, પોતાના ઈનપુટ આપવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ