બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Dhanteras hands over appointment letters to PM Modi's big gift: 75,000 newly recruited youth

આનંદો / ધનતેરસે PM મોદીની મોટી ભેટ: 75,000 નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્ર સોંપ્યા, રોજગાર મેળાનો પ્રારંભ

Priyakant

Last Updated: 12:26 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ કહ્યું, સરકારી નોકરી એ સેવા નથી, પરંતુ સંપૂર્ણ તૈયારી અને પ્રતિબદ્ધતા સાથે દેશની સેવા કરવાની અને દેશ માટે કામ કરવાની તક

  • ધનતેરસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દિવાળીની મોટી ભેટ આપી 
  • PM મોદીએ 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાનનો પ્રારંભ કરાવ્યો 
  • PM મોદીએ 75,000 નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્ર સોંપ્યા

ધનતેરસના તહેવારના દિવસે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દિવાળીની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ આજે ​એટલે કે શનિવારે 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન એટલે કે રોજગાર મેળાની શરૂઆત કરી હતી. આ રોજગાર મેળાની શરૂઆત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75,000 નવા ભરતી થયેલા યુવાનોને ઑફર લેટર એટલે કે નિમણૂક પત્ર સોંપ્યા. રોજગાર મેળાને સંબોધતા પીએમ મોદીએ ઓફર લેટર મેળવનાર નવા ભરતી થયેલા યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, સરકારી નોકરી એ સેવા નથી, પરંતુ સંપૂર્ણ તૈયારી અને પ્રતિબદ્ધતા સાથે દેશની સેવા કરવાની અને દેશ માટે કામ કરવાની તક છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રોજગારની ઘણી નવી તકો ઊભી થઈ રહી છે. આજે વાહનોથી માંડીને મેટ્રો કોચ, ટ્રેનના કોચ, સંરક્ષણ સાધનો સહિત અનેક ક્ષેત્રોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. આ ફક્ત એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતમાં ફેક્ટરીઓ વધી રહી છે અને કામદારોની સંખ્યા પણ વધી રહી છે. ભારત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 100 લાખ કરોડથી વધુના લક્ષ્ય સાથે ચાલી રહી છે. આટલા મોટા પાયા પર થઈ રહેલા વિકાસ કાર્યોથી સ્થાનિક યુવાનો માટે લાખો રોજગારીની તકો ઉભી થઈ રહી છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાને દેશના યુવાનોની ક્ષમતાને સમગ્ર વિશ્વમાં સ્થાપિત કરી છે. વર્ષ 2014 સુધી જ્યાં દેશમાં માત્ર થોડાક સ્ટાર્ટ-અપ હતા, આજે આ સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે. 21મી સદીમાં દેશનું સૌથી મહત્વાકાંક્ષી મિશન મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત છે. તેમણે કહ્યું કે આજે ઘણા કિસ્સામાં દેશ મોટા આયાતકારમાંથી ખૂબ મોટા નિકાસકારમાં આવી રહ્યો છે. આવા ઘણા ક્ષેત્રો છે જેમાં ભારત આજે વૈશ્વિક હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગામડાઓમાં મોટી સંખ્યામાં રોજગાર સર્જનનું બીજું ઉદાહરણ આપણી ખાદી અને ગ્રામોદ્યોગ છે. દેશમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગ એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં એક કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આમાં પણ મોટી સંખ્યામાં અમારી બહેનોનો હિસ્સો છે.

નોંધનીય છે કે, આ વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડ દ્વારા 10 લાખ પદોની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાને તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્દેશ આપ્યો હતો. પીએમઓએ કહ્યું કે, વડાપ્રધાનના નિર્દેશો અનુસાર તમામ મંત્રાલયો અને વિભાગો મંજૂર પદો સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે.

38 મંત્રાલયોમાં નિમણૂક કરવામાં આવી 

દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં પોસ્ટ કરવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓ સરકારમાં વિવિધ સ્તરે જોડાશે. ઉદાહરણ તરીકે, ગ્રુપ-એ, ગ્રુપ-બી (રાજપત્રિત), ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ-સી. પીએમઓએ કહ્યું કે, જે પદો માટે નિમણૂંક કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, એમટીએસ અને અન્યનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi ધનતેરસ નરેન્દ્ર મોદી નિમણૂક પત્ર ભરતી અભિયાન રોજગાર મેળો dhanteras 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ