બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Dhandhuka Kishan Bharwad murder case kutch police action

કાર્યવાહી / કિશન ભરવાડ હત્યા કેસ: પોલીસના મોટા એક્શન, ભડકાઉ પોસ્ટ કરતા વિચારજો નહીંતર પડી જશે મોંઘુ

Kavan

Last Updated: 11:31 AM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિશન ભરવાડ હત્યા કેસમાં કચ્છમાંથી વધુ એક વ્યક્તિની અટકાયત. હત્યા સંદર્ભે સોશિયલ મીડિયામાં મુકી હતી ભડકાઉ પોસ્ટ

  • કિશન ભરવાડ હત્યા કેસ
  • વધુ એક અટકાયત
  • કચ્છના શેરડી ગામના યુવાનની અટકાયત

ધંધૂકાના કિશન ભરવાડ કેસ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે પોલીસે આ મામલે તાજેતરમાં વધુ એક યુવકની અટકાયત કરી હોવાના હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

ભડકાઉ પોસ્ટ મુકનારની ધરપકડ

મળતી જાણકારી પ્રમાણે, કિશન ભરવાડ હત્યા કેસ મામલે પોલીસે યુવાનની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે,આ યુવકે હત્યા સંદર્ભે સોશિયલ મીડિયામાં મુકી હતી ભડકાઉ પોસ્ટ મુકી હતી. જેને લઈને પોલીસ એક્શનમાં આવી અને યુવકની અટકાયત કરી છે. જણાવી દઈએ કે, પશ્ચિમ કચ્છ પોલીસે યુવકની કલમ 153-B હેઠળ અટકાયત કરી હતી. 

સમગ્ર ઘટના શું હતી ?

ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. 

કંગના રણૌતે પણ આપ્યું છે નિવેદન 

ગુજરાતના અમદાવાદમાં આવેલ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ છે. જે હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે બોલીવૂડ એક્ટર કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. 

ધંધૂકાના સ્થાનિકોએ અશાંતધારાની કરી છે માગણી

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે VTV NEWS દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ અશાંત ધારાની માંગ ઉચ્ચારી છે, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં 700થી વધુ હિંદુઓએ મકાન વેચ્યા છે. સ્થાનિકોએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે,વચલી ફળી, મોઢવાળા પોળ, લીંબડી ફળી તથા સુથારવાડા, ખાંડાચોરામાં અશાંત ધારાની માગણી કરી છે. નોંધનીય છે કે, હિન્દુ મકાન માલિકો ધંધુકામાં મકાન વેચીને નીકળી ગયા છે. તો કેટલીક જગ્યાએ પંરાપરાગત નવરાત્રીના ગરબા પણ બંધ થયા હતા. 

એટીએસની ટીમના હાથમાં આવ્યો આખો કેસ 

ઉલ્લેખનીય છે કે યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધું એક આરોપીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે આરોપી મૌલવીને હથિયાર આપ્યા હતા. જોકે આ કેસ હવે એસઓજીની ટીમ દ્વારા એટીએસને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોરબીથી પણ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ