બ્રેકિંગ ન્યુઝ
VTV / Dhanbad fire The burning mother also held her daughter to her chest the eyes of the fire brigade personnel also came to tears
Arohi
Last Updated: 03:36 PM, 1 February 2023
ADVERTISEMENT
ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં લાગેલી આગના કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા. મંગળવારે સાંજે જ્યારે ફાયર બ્રિગેડની ટીમ લોકોને બચાવવા માટે આવી અને એપાર્ટમેન્ટની અંદર પહોંચી તો માર્મિક દ્રશ્યો જોઈ તેમની પણ આંખો ભીની થઈ ગઈ. એપાર્ટમેન્ટમાં પોતાની માતાને ભેટેલી બાળકી હાથ હલાવીને મદદ માંગી રહી હતી.
માતા પોતે તો બળી ગઈ પરંતુ પોતાની દિકરીને બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી પોતાના શરીરે તેને ચોંટાડી રાખી. જ્યારે ફાયરબ્રિગેડ કર્મચારીઓએ માતાની પાસેથી બાળકીને લીધી તો તેના શ્વાસ ચાલી રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં દિકરીનું પણ મોત થયું.
ADVERTISEMENT
Jharkhand | Visuals from outside Dhanbad apartment where a massive fire broke out. Rescue operation is still underway at the site. pic.twitter.com/3aZZ1MnbPn
— ANI (@ANI) January 31, 2023
ફાયબ્રિગેડના કર્મચારીઓ પણ બળ્યા
આ ઘટના બાદ બચાવ ટીમમાં શામેલ ઘણા પોલીસ કર્મી અને ફાયર બ્રિગેડ ટીમના સદસ્ય પણ આગમાં બળી ગયા હતા. તેમણે ઘણા ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. જ્યારે 10 મૃતકોને પણ બહાર કાઢ્યા હતા. આ સમયે તે પોતે પણ ધૂમાડાના કારણે બેભાન થઈ ગયા હતા.
અમુક મિનિટોમાં બળી ગયો આખો ફ્લોર
11 માળના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં બીજા ફ્લોરમાં આગ લાગ્યા બાદ સ્થિતિ ભયાનક થઈ ગઈ. અમુક જ મિનિટોમાં જ હજારો ફ્લોર ધૂમાડાથી ભરાઈ ગયા. તેના કારણે સીડીઓથી બચવા માટે નીકળી રહેલા લોકો ફસાઈ ગયા. ધૂમાડાના કારણે જ ફ્લેટમાં ગભરામણના કારણે લોકોના મોત થયા હતા.
સાંજના લગભગ સાડા ત્રણ વાગ્યે લાગેલી આગને રાત્રે સાડા નવ વાગ્યા સુધી સંપૂર્ણ રીતે ઓલવવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, તો ત્યાં જ એક જ સ્થાન પર પાંચ લોકોના બળેલા મૃતદેહો મળ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.