બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / 'Development Mad'? Freedom got but no light!, this village of Banaskantha living in darkness even for 75 years

વંચિત / 'વિકાસ ગાંડો' ? આઝાદી મળી પણ અજવાળું નહીં!, 75 વર્ષે પણ અંધારપટમાં જીવન ગુજારતું બનાસકાંઠાનું આ ગામ

Vishal Khamar

Last Updated: 12:13 AM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસની વાતો દેશભરમાં થાય છે. ગુજરાત મોડેલના નામે વિશ્વમાં ગર્વ લેવાય છે. અને અંતરિયાળ ગામડા સુધી પણ વીજળી પહોંચી ગયાના દાવા થાય છે.

  • આઝાદી મળી પણ અજવાળું નહીં!
  • 75 વર્ષે પણ અંધકારમાં જીવતું ગામ 
  • વિકાસશીલ ગુજરાતમાં આ કેવો વિકાસ?
  • વીજ વિભાગ રજૂઆતો કેમ નથી સાંભળતું?

વિકાસની વાતો દેશભરમાં થાય છે. ગુજરાત મોડેલના નામે વિશ્વમાં ગર્વ લેવાય છે. અને અંતરિયાળ ગામડા સુધી પણ વીજળી પહોંચી ગયાના દાવા થાય છે.. પરંતુ આજે પણ આ જ વિકાસશીલ ગુજરાતમાં આઝાદીના 75 વર્ષ પછી પણ એક ગામમાં વીજળી નથી પહોંચી. અને લોકો અંધાકારમાં જીવી રહ્યા છે.

 

આઝાદીના 75 વર્ષે પણ લોકો અંધાર પટમાં રહે છે
ગુજરાત મોડેલની વાતો કરનારા જરા આજે આ ગામને પણ જોઈ લો. આ કોઈ પાડીશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ કે, મહારાષ્ટ્રનું અંતરિયાળ ગામ નથી. પરંતુ વિકાસશીલ ગુજરાતનું જ ગામ છે. જ્યાં આઝાદીના 75 વર્ષે પણ લોકો અંધાર પટમાં રહે છે. દીવાના અજવાળે જંગલી પ્રાણીઓ વચ્ચે લોકો જિંગદી પસાર કરી રહ્યા છે.. કારણ કે, અહીં આજ સુધી વીજળી નથી પહોંચી.

ગામમાં એકપણ ઘર સુધી વીજળીનો પોલ નથી પહોંચ્યો
દેશના છેવાડાના ગામ સુધી વીજળી પહોંચી ગઈ. આવું કહી વાહવાહી અને ગર્વ મહેસૂસ કરતા નેતાઓએ બનાસકાંઠાના ઘુમિયાફળી ગામના આ દ્રશ્યો પણ જોવા જોઈએ. જ્યાં ગામની શાળા સુધી જ વીજળીના પોલ પહોંચ્યા છે.. ત્યાંથી આગળ ગામમાં એકપણ ઘર સુધી વીજળીનો પોલ નથી પહોંચ્યો.કે ન તો વીજળી પહોંચી છે. ગામમાં અંદાજીત 80 જેટલા પરિવારો વસવાટ કરે છે..અને વર્ષોથી વીજળી માટે લોકો રજૂઆતો કરે છે. પરંતુ મોટી-મોટી ગુલબાંગો ફેંકનારા એકપણ નેતાઓને આ ગામના લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ નથી કર્યો.

જંગલી પ્રાણીઓનો રંઝાળ પણ રહે છે    
હવે જ વિકાસની વાસ્તવિક્તા વર્ણવતા આ દ્રશ્યો પણ જુઓ.. ગામની શાળા સુંદર બની ગઈ છે.. પાણી માટેની ટાંકી પણ બની છે.. અને પાણીના નળ પણ લગાવાયા છે.. પરંતુ ભાઈ વીજળી વગર પાણી ક્યાંથી લાવવું.. શાળામાં પણ વીજળી નથી પહોંચી.. જંગલ વિસ્તારનું ગામ હોવાથી જંગલી પ્રાણીઓનો રંઝાળ પણ રહે છે.. તેવામાં અમારા સંવાદદાતાએ સ્થાનિકોના ઘર સુધી પહોંચીને વાસ્તવિક્તા બતાવવાનો પ્રયાસ કર્યો.. 
સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કેમ વીજળી નથી પહોંચી..?
અહીં સવાલ એ થાય છે કે, વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કેમ વીજળી નથી પહોંચી..? સ્થાનીકોની અરજી પર અધિકારીઓ કેમ અમલવારી નથી કરતા? વિકાસશીલ ગુજરાતમાં આ કેવો વિકાસ છે? શું અહીં વસતા લોકો ગુજરાતના નાગરિકો નથી? સવાલો અનેક છે.. વીટીવી ન્યૂઝે આજે વાસ્તવિક્તા રજૂ કરી છે.. ત્યારે આશા રાખીએ કે, સરકાર આ ગામની પણ નોંધ લે. અને અંધકારમાં વસતા લોકોના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ